SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૧ મું (મહેપત્તિની ૨૫ પડિલેહણ) ૧૩ ૧ મોડા–ઉપર કહ્યા પ્રમાણે પુરિમ થઈ ગયા બાદ મુહપત્તિને મધ્યભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડી વાળે. મધ્યભાગને છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લે કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય, અને (તે બે પડવાળી થયેલી મુહપત્તિ ) દ્રષ્ટિ સન્મુખ આવી જાય, ત્યારબાદ તુર્ત તેના ત્રણ (અથવા બે) વધટક કરીને જમણા હાથની ચાર, અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા, અને તેવી રીતે ત્રણ વર્ધટક કરેલી મુહપત્તિને ડાબા હાથની હથેલી ઉપર હથે- લીને ન અડે-ને સ્પશે તેવી રીતે પ્રથમ ત્રણ વાર ખંખેરવા પૂર્વક કાંડા સુધી લઈ જવી, અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પોડા કરવા પૂર્વક ત્રણ ત્રણવાર અંદર લેવી તે ૯ અખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.) પ્રમાર્ગના (Tોડા)–ઉપર કહ્યા પ્રમાણે પહેલીવાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તિ અડે-સ્પર્શે એવી રીતે (મુહપત્તિવડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા તે પહેલી ૩ પ્રમાર્જના. ત્યારબાદ (કાંડા તરફ ચઢતાં ૩ અખડા કરી ) બીજી વાર ઉતરતાં ૩ પ્રમાર્જન, અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અખેડા કરીને) પુન: ત્રીજી વખત ૩ પ્રમાજને કરવી તે ૯ પ્રમાજના અથવા ૯ પખેડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. ( ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જાદા જાણવા, કારણ કે વિશેષતઃ એ ૬ ઉદર્વપષ્ફડા. અથવા ૬ પુરિમ કહેવાય છે, પરન્તુ પ્રસિદ્ધિમાં જે કપડા ગણાય છે તે તે આ ૯ પ્રમાજનાનું નામ છે ), ૧ વધૂ એટલે સ્ત્રી જેમ લજજાવડે શીર્ષનું વસ્ત્ર મુખ આગળ લટકતું-લંબાયમાન રાખે છે, તેમ મુહપત્તિના ૩ વળને ચાર અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી-દબાવી નીચે ગુલતા-લંબાયમાન રાખવા તે રૂ વટવા કહેવાય. શ્રી પ્રવ૦ સારો વૃત્તિમાં બે વધૂટક પણ કરવા કહ્યા છે, પરંતુ તે પ્રચલિત નથી.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy