SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય. ' શિથિલ વિહારી માલુમ પડયા પછી તે વંદનાદિ કરવા યોગ્ય નથી. વંદના કરવી પડશે, અને જે એવા સ્પષ્ટ મિથ્યાદ્રષ્ટિઓને સાધુવેષ છતાં વંદના નહિ કરો તો કેવળ સાધુવેષ જ વંદનીય છે” એમ શા માટે કહો છો ? શિષ્ય પ્રશ્ન-જો વંદના કરવામાં સાધુવેષ મુખ્ય ન ગણીએ તો. છઘસ્થ જીવ સાધુ અસાધુને કેવી રીતે જાણે ? કઈક વખત અસાધુઓ પણ કારણસર સાધુવતુ પ્રવૃત્તિવાળા હોય છે, અને કોઈ વખત સુવિહિત સાધુઓ પણ કારણસર અસાધુ સરખી પ્રવૃત્તિવાળા હોય છે, તો એ પ્રમાણે હોવાથી મુનિઓએ સાધુષવાળા મુનિને જોઈને શું કરવું ? ગુરુ ઉત્તર–અષ્ટપૂર્વ(=પૂર્વે પરિચયમાં નહિ આવેલા-અજાણ્યા) સાધુઓને દેખી મુનિઓએ અભ્યત્થાનાદિ સત્કાર અવશ્ય કરો, જેથી આ અવિનીત છે, એમ આવેલા સાધુઓ ન સમજે અને કષ્ટ પૂર્વ (પ્રથમ - જાણવામાં આવેલા) સાધુઓ ઉઘતવિહારી અને શીતલવિહારી એમ બે પ્રકારના છે. ત્યાં ઉઘતવિહારીને અભ્યસ્થાન અને વંદનાદિ યથાયોગ્ય સત્કાર કરો, અને શીતલવિહારીને તે સત્કાર ન કરવો એ ઉત્સર્ગ માર્ગ છે; તેમને તો કોઈ ગાઢ કારણુના અપવાદથી પર્યાય (બ્રહ્મચર્ય)–પરિષદૂપુરૂષ-ક્ષેત્ર-કાળ–અને આગમને વિચાર કરીનેજ લાભાલાભ જાણી વંદ- નાદિ સત્કાર કરવો યોગ્ય છે. શિષ્ય પ્રશ્ન–જેમ તીર્થકરની પ્રતિમામાં તીર્થકરના ગુણ નથી, તે પણ (તીર્થકરના ગુણનું આરોપણ કરીને ) સાક્ષાત્ તીર્થકર માનીને વંદન પૂજા કરીએ છીએ તેમ પાર્થસ્થાદિ સાધુઓમાં સાધુના ગુણ નથી, તો પણ સાધુના ગુણનું આરોપણ કરીને (સાધુ માનીને) વંદના કરીએ તો શું ? ગુરૂ ઉત્તર–પ્રતિમામાં તે ગુણ અને અવગુણ બને ન હોવાથી જેવા ગુણવાળી માનવી હોય તેવી માની શકાય, પરંતુ પાર્થસ્થાદિમાં તો અવગુણ વિદ્યમાન છે; તેથી તેમાં ગુણનું આરોપણું થાય નહિ. જેમ ખાલી પાત્રમાં જે ભરવું હોય તે ભરાય, પરંતુ કોઈપણ એક વસ્તુથી ભરેલા પાત્રમાં બીજી વસ્તુ ન ભરાય, માટે પ્રતિમાનું દ્રષ્ટાન્ત આ સ્થાને ઘટી શકતું નથી. (ઇત્યાદિ સવિસ્તર ચર્ચા આવ. નિર્યુક્તિથી જાણવી. )
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy