________________
ત્રણ પ્રકારના આત્માનું ટુંકામાં સ્વરૂપ સમજાવ્યું છે. પરંતુ, તે સમજવાની જરૂર શા માટે છે? તે તે વળી, બહુજ સુંદર રીતે સમજાવ્યું છે. “ત્રણ પ્રકારના આત્માનું જ્ઞાન પરમાત્મ-સમર્પણ માટે કરવું જરૂરી છે.” એમ સમજાવ્યું છે. “હું” અને “
માની મમતાથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલું હોય છે, ત્યાં સુધી તે જીવ આત્મા ખરે, પણ તે અહિ ડિડસ્મા ગણાય છે જ્યારે આત્મા શાંત, સંયમી અને ત્યાગી બને છે, ત્યારે તે અંતરાઆત્મા બને છે. અને જ્યારે તે પૂર્ણ થેગી થઈને પિતાના આત્મામાં જ લીન થઈ જાય છે, અને તેના સઘળા ગુણો પ્રકાશી ઊઠે છે, ત્યારે તેજ આત્મા અઢાર દેષ રહિત પરમા પડમા બની જાય છે અઢાર દેવ શ્રી મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આગળ બતાવેલા છે.
જ્યાં સુધી આત્મા બહિરાત્મ ભાવથી ઘેરાયેલું હોય છે, ત્યાં સુધી તેને આગળ વધવા માટે નિર્દોષ વીતરાગ પ્રભુનું આલંબન લેવું જ પડે છે. અને જ્યારે પોતે જ અંતરાત્મભાવમાં સ્થિર થઈને પોતે જ પરમાત્મા બનવા માંડે છે, ત્યારે એ આલંબનની બહુ જરૂર પડતી નથી આ રીતે પ્રથમ વીતરાગદેવને આત્મસમર્પણ કરવાથી છેવટે પોતે પિતાનેજ સમર્પિત થાય છે–પોતે જ વીતરાગ-પરમાત્મારૂપ બને છે. આમ આતમ-અર્પણાનું સુંદર રહસ્ય સમજવાથી એ વિષેનું અજ્ઞાન, આ સ્તવનથી દૂર થાય છે.