________________
૬. શ્રી પ–પ્રભ-જિન-સ્તવન બહિરાત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરનું કારણ.
[એકજ આત્મા પ્રથમ બહિરાત્મરૂપ છતાં, પોતે જ અંતરાત્મારૂપ થઈને, છેવટે પરમાત્મા બને છે. આમ એક જ આત્માની ત્રણ અવસ્થા થવાનું સાચું કારણ બતાવવામાં આવેલ છે. ] (રાગ-માસ-સિંધુડો “ચાંદલિયા ! સદશે કહેજે મારા કંથને” એદશી]
પદ્મપ્રભ ! જિન ! તુજ મુજ આંતર રે !
કિમ ભાંજે ભગવંત ! ? કર્મ-વિપાકે કારણ જોઈને, રે
કોઈ કહે મતિમંત. પદ્મ ૧ આંતરુ=અંતર. ભાંજે=ભાંગે. કર્મ–વિપાકે કર્મના ફળ ઉપરથી મતિમંતકબુદ્ધિશાળી પુરુષ.]
હે પહાપ્રભ ! જિનેશ્વરદેવ ! મારી અને આપની વચ્ચે જે આંતરું છે-જે છેટું છે, તે હે ભગવંત! કેમ કરીને ભાગે ? તે આંતરડાનું કારણ બતાવે છે –બુદ્ધિમાન કેટલાક પુરુષો અન્વય-વ્યતિરેકથી કારણેની તપાસ કરીને એ આંતરું કર્મના વિપાકથી પડયું છે. એમ કહે છે. ૧
૧ મારામાંથી કર્મરૂપી મેલ જવાથી, મારી અને આપની વચ્ચેનું અંતર ભાંગી જશે. ત્યારે હું આપના જે -પદ્મની કમળની પ્રભા જે, સ્વચ્છ–નિર્દોષ થઈશ.