________________
૫. શ્રી સુમતિનાથ-જિન-સ્તવન આત્મ સમર્પણનું સ્વરૂપ ત્રણ પ્રકારના આત્મા
બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા
(પહેલા સ્તવનમાં કપટ-રહિત થઈ આત્મ-સમર્પણને મોક્ષની નિશાની કહી છે. આત્મ-સમર્પણ એટલે શું? અને તે કેમ કરવું ? તે આ સ્તવનમાં સમજાવેલ છે.)
[રાગ વસંતઃ કેદારો:]. સુમતિ-ચરણ-ક-જ આતમ-અરપણું
દરપણ જિમ અ-વિકાર–સુજ્ઞાની ! મતિ-તરપણ બહુ સમ્મત જાણિયે
પરિસર૫ણ સુવિચાર સુ-જ્ઞાની! સુ. ૧ [સુમતિ-ચરણ-સુમતિનાથ પ્રભુના પગ, ક-જ=કમળ આતમ-અરપણુ=આત્મ સમર્પણ, આત્મા સેંપી દે તે. દરપણુ=આરી, અ-વિકાર-નિર્દોષ, સાફ, મતિ-તરપણુ બુદ્ધિને સંતોષદાયક, બહુ-સમ્મત=ઘણાને માન્ય. પરિસરપણુ શુભ પ્રયાણ. સુ-વિચારસવિચારમાં.]
શ્રી સુમતિનાથ પ્રભુના સાફ આરીસા જેવા નિર્દોષ ચરણ રૂપી કમળમાં આત્માનું સમર્પણ કરવું, તેવાત બુદ્ધિને સંતોષજનક-આનંદ આપનાર છે. બહુ શિષ્યોને તે માન્ય છે. અને તે વિચારમાં પરિસર્ષણ એટલે પ્રવેશરૂપ છે. ” એમ જાણવું. ૧