________________
૩૩
થાય. તે તે ઘણું સરળ-સુલભ છે, તે પ્રાપ્ત થવામાં કશીયે મુશ્કેલી નડે તેમ નથી. માટે આપ એ કૃપા કરે. ૫
ભાવાર્થ:- દર્શન શબ્દના સામાન્ય રીતે છ અર્થ જોવામાં આવે છે, ૧ આંખથી જોવું. ૨ વસ્તુમાં રહેલા સામાન્ય ધમ જાણવાની સામાન્ય જ્ઞાન શક્તિ-નિરાકાર ૪ પ્રકારનો ઉપયેગ, ૩ સભ્યમ્ દર્શન-વિશ્વના પદાર્થોનું વિવેકપૂર્વકનું યથાર્થ જ્ઞાન, ૪ મત–પંથ, વિશ્વનિરૂપણની દષ્ટિ, જેમકે-વેદાંતદર્શન-જૈન દર્શન. ૫ પ્રભુને કે પ્રભુની પ્રતિમાને નિહાળવાને પણ “દર્શન કર્યાનું કહેવાય છે. ૬ પ્રભુને બરાબર સમજવા.
તેમાંથી અહીં ત્રીજે, ચોથે, પાંચમે, અને છઠ્ઠો એ એ ચારેય અર્થ સંભવે છે. કવિએ આર્થિક કલેષથી એ જેલા હોય, તેમ જોઈ શકાય છે,
સમ્યગદર્શન પ્રાપ્ત કરવું કેટલું મુશ્કેલ છે?” તેથી આ રીતે, બાધિ દુર્લભ ભાવના આ સ્તવનમાં બતાવેલી છે.
આગમવાદ શબ્દને અર્થ અહીં જૈન આગમ નહીં કરતાં, કઈ પણ શાસ-શબ્દ પ્રમાણુ–એવો અર્થ લે. એજ પ્રમાણે અનુમાન પ્રમાણ રૂપ હેતુવાદમાં પણ અનેક નો-અનેક દષ્ટિ બિન્દુએથી વિચારણા કરતાં રવાભાવિક રીતે જ તવ વિચારમાં અનેક દષ્ટિઓ ઉભી થાય છે. એટલે દુનિયામાંથી છૂટીને નયવાદને પાર પામ્યા વિના કેવળ હેતુવાદથી બરાબર દર્શન થવું મુશ્કેલ બને છે,