________________
૩૨
તેથી, હે પ્રભો! કઈ રીતે દર્શન પ્રાપ્ત થવા રૂપ સંતોષ થતો નથી, કેમકે, જેને અમૃત પીવાની તરસ લાગી હોય તેને કેાઈ ઝેરનો પ્યાલો પાય તો તેથી તેની તે તરસ કેમ છીપે ?
એટલે કે મારી દર્શનરૂપી અમૃત પીવાની તીવ્ર ઈચ્છા છે, ત્યારે સામેથી ઉપર જણાવેલા વિઘોરૂપી ઝેરના પ્યાલા સામે આવી ખડા છે. તેથી મને સંતોષ કેમ થાય? તેથી મારી વ્યાકુળતામાં વધારે થાય છે. ૫ તરસ ન આવે હો મરણજીવન તણે,
સીઝે જે દરિસણ–કાજ, દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી,
આનંદ-ધન ! મહારાજ ! અભિo
[ તરસ તૃષા. સીઝે સિદ્ધ થાય, સફળ થાય. દરિસણુકાજ= દર્શનરૂપી કામ ધ્યેય, સુલભ =સહેલું આનંદ-ઘન=આનંદના ભંડાર! મહારાજ !–મેટા રાજા, પૂજ્ય.]
હે પ્રભો ? જે આપનું દર્શન મેળવવાનું મારું કાર્ય–ોય સિદ્ધ થાય સફળ થાય, તો મરણ અને જીવનની તરસ મટી જાય ને ફરી ફરી ઊભી ન થાય–સંસારમાં ભમવાનું અટકી જાય, મોક્ષ મળી જાય; ટુંકમાં જન્મમરણના ફેરા ટળી જાય.
તો હે! આનંદ ઘન-આત્માના આનંદથી ભરપૂર–મહારાજ ! જેક આપનું દર્શન દુર્લભ છે, પણ જો આપની કૃપા