________________
લોક વ્યવહારમાં જેમ ખરી ચિદ્રી ઉપર તેના ખરાપણાની નિશાનીરૂપે યોગ્ય અધિકારી તરફથી લીંટી મારવામાં આવે છે. એ લીંટી મારેલી-રેખા કરેલી-ચિઠ્ઠી ખરી હોય છે તે સીકરાય છે, સ્વીકારાય છે. અને તેમાં લખેલી ચીજ મળે છે. તે પ્રમાણે નિષ્કપટ ભાવે આત્મસમર્પણ તે મોક્ષની રેખા લીટી-નિશાની બની રહે છે.
પ્રીતિ અનુષ્ઠાનની ભૂમિકામાંથી પસાર થતા ભક્ત પ્રભુના શરીરઃ શોભાઃ અંગ રચનાઃ વેશઃ સત્તાઃ શણગાર: અધિકારઃ રાજય વૈભવઃ મીઠીવાણીઃ ને લગતા બાહા વર્ણને કરે, તેના ઉપર રાગ બતાવેઃ પ્રીતિભર્યો ઠપકો આપે રીસામણા-મનામણાંના ભાવે વ્યક્ત કરેઃ રાગ કે અમર્ષ જન્ય વચનેલ્ગારો કાઢે માલિક તરફ સેવકની ભાવનાઓ વ્યક્ત કરે વિગેરે-પ્રીતિ અનુષ્ઠાન સાથે સંગત જાણવા.
૨. શ્રી-અજિત-નાથ-જિન–સ્તવન
મહા-માર્ગનું સંશોધન-માર્ગીનસરિતા:
[ વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ જોડવા ઈચ્છનાર આત્મા “પરમાત્મા મેળવવા માટે કયે રસ્તે થઈને તેમની પાસે જવું ?” તેનો માર્ગ શોધવા પ્રયત્ન કરે, એ ગ્ય જ છે. તે આ સ્તવનમાં પ્રભુને મેળવવાને પ્રભુએજ બતાવેલે સાચો માર્ગ પહેલાં તે ખોળવા નીકળે છે. પરંતુ તેને જલ્દી તે માર્ગ મળતો નથી છતાં તે નિરાશ થતું નથી. ]