________________
૧૦
પ્રીતિઃ ભક્તિઃ વચનઃ અને અસંગ એ ચાર અનુષ્ઠાનમાં શરૂઆતમાં પ્રીતિ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પ્રથમ તે કોઈ પણ પ્રકારના દેવઃ ગુરુ: ધર્મ: તરફ થાય છે—તે પછી વીતરાગ દેવ તરફ પ્રીતિ કરવી, એ વધુ શ્રેષ્ઠ છે. એ ખતાવવાના આ સ્તવનના આશય છે.
પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનના ફરક બતાવવા માટે શાસ્ત્રમાં પત્ની અને માતાનું દૃષ્ટાંત આપેલું છે પતિની પત્ની તરફ પ્રીતિ હોય છે, અને પત્નીની પતિ તરફ પ્રીતિ હાય છે. પુત્રની માતા તરફ ભક્તિ હાય છે અને માતાનું પુત્ર તરફ વાત્સલ્ય હોય છે. પત્ની અને માતા તરફની લાગણીમાં આ જાતના ક્રક હેાય છે. આથી શુલપાક્ષિક જીવની સમુદ્ધિરૂપી ગુણને સુમતિરૂપી સ્ત્રીનું રૂપક આપીને વીતરાગ પરમાત્મા રૂપી પતિ સાથે ઉંચા પ્રકારની પ્રીતિ કેળવવાની ઘટના બતાવીને પ્રીતિ–અનુષ્ઠાનના સ્વરૂપની પરાકાષ્ઠા–ઉંચી હઃ-મતાવી છે. એમ કરીને સ્તવનકારે ભારે ઉચિત કલ્પના કરવામાં પેાતાની કવિત્વ
શક્તિને સુંદર પરિચય આપ્યા છે. પ્રીતિ અનુષ્ઠાનના અંતિમ આદર્શ હિરાત્મભાવ છેડીને પેાતાના આત્માને સંપૂર્ણ પરમાત્મારૂપ બનવા માટે સમર્પિત કરી દેવામાં આવે છે. નિ: શલ્યપણું અને આત્મસમર્પણાઃ એ જ મેાક્ષ મેળવવાની મહત્ત્વની પ્રાથમિક ભૂમિકા છે, મુખ્ય ચાવી છે કપટ રહિતપણું આદિ ધાર્મિક માટે ખાસ જરૂરી સૂચવ્યું છે. મિથ્યાત્વ શલ્ય તા સમક્તિ થાય ત્યારે જાય છે, અને નિયાણારૂપ શલ્ય તે સમક્તિ હોય તે પણ ચારિત્રાવરણીય કષાયના ઉદયથી સંભવે છે.