________________
મેળવવાની-રેખા–નિશાની છે. તેની સંપૂર્ણ પ્રીતિ મેળવવાથી જ આનંદને ઘન-આનંદનો ભંડાર–મોક્ષ સાદિ અનંત ભાગે મળી શકે છે. ૬
ભાવાર્થ—ભવ્ય જીવ અનાદિ કાળમાં અનંત પુદુગલ પરાવર્તન કાળ સુધી રખડતો રખડતે જ્યારે છેલ્લા પુદગલ પરાવર્તનમાં આવે છે, ત્યારે તે શુકૂલપાક્ષિક જીવ કહેવાય છે. કેમકે–તેને મોક્ષમાં જવાને વખત હવે એક પુદગલ પરાવર્તન જેટલો જ બાકી રહ્યા હોય છે.
- શુલપાક્ષિક જીવ ધીમે ધીમે દેવઃ ગુરુઃ ધર્મ તરફ પ્રીતિ–ભક્તિવાળે થવા લાગે છે. તેને ધર્મ અને ધમીઓ તરફ પણ સહજ પ્રીતિ ઉત્પન્ન થવા લાગે છે. આ જાતના શુકૂલપાક્ષિક જીવન મેક્ષ તરફના તદ્દન પ્રાથમિક વલણને સુમતિ સદ્દબુદ્ધિ-આત્મગુણરૂપ એક સુંદર અને સદ્ગુણી સ્ત્રી તરીકે અહીં કલ્પવામાં આવેલી છે.
આવી જાતની સુમતિ પ્રગટ થાય છે, ત્યારે જીવને દેવઃ ગુરુઃ ધર્મ: તરફ પ્રીતિ થવા લાગે છે. તેવા સંજોગોમાં સુમતિ બેલે છે કે-“જે પતિદેવ–પરમાત્મા સાથે મારે પ્રીતિ કરવી જ છે, તે એવા પતિદેવ–પરમાત્મા સાથે મારે પ્રીતિ કરવી જોઈએ, કે જે પતિદેવ સર્વથી ઉંચામાં ઉંચી લાયકાત ધરાવતા હેય. કેમકે તેજ પ્રીતિ નિર્દોષ અને સ્થાયી હોઈ શકે.
તે, એવા પતિદેવ તે સર્વગુણ વીતરાગ શ્રી ઋષભદેવ પરમાત્મા છે. તેને રીઝવવાથી તેઓની સાથે એવી