________________
૩૦૯
નથી. મારી ઉપેક્ષા ન કરશે.” એમ ભક્તિમાં વિશેષ તલ્લીન થાય છે.
- દશ્ય ૧૪ મું - સાચે હોવા છતાં, ભયની શંકાથી આગળને આગળ
હીતે હીતે ચાલ્યા જાય છે. તેવામાં પરમાત્માનાં મહેલ તરફ દેડે છે. પણ ત્યાં પહોંચવું છેક સહેલું છે? તેવામાં કાંઈક પ્રમાદ, ભૂલ, ગફલતમાં રહેવાથી ચારેય તરફથી “હે ! હે !” કરતાં જુદા જુદા પ્રમાદ રાક્ષસે તેની સામે હથિયાર લઈને દેડી આવે છે. -
આમ પાક સાધક હોવાની પરીક્ષા આપવા માટે વચ્ચે અખાડો આવે છે.
સાધક પૂરે જાગ્રત્ હોવા છતાં, નિકા, વિષય વાસના એ સર્વના ચાર કષાય, આઠ મહ, અને ચાર વિકથા તથા સગાંસંબંધિએ, બાલબચ્ચાં વિગેરે પરિવાર સાથે નાના મોટા મલો. સામે આવીને ખડા થાય છે. અને માર્ગમાં રૂકાવટ કરે છે. તેઓને જીત્યા વિના આગળ વધવું અશકય બને છે. એ લડાઈ પણ ઘણા ભ સુધી ચાલે છે, તેમાં કંઈક પડે છે. આપડે છે. મુંઝાય છે. થાપ ખાય છે. વળી જાગે છે. પાછા પડે છે. કે તે બિચાશ ત્યાંથી પાછા વળી જાય છે. અસુવિહિત નવા ગચ્છ, નવા મતે, નવા દર્શને કાઢે છે. ને એ છીડેથી પાછા ભાગતા દેખાય છે. કેઈ કેઈ તે ખાવાપીવાની લાલચમાં કે માત્ર આજીવિકા ચલાવવા માટે તાબેદાર ગુલામ થઈ બેસે છે. કેઈ કેઈ તે માન પાનથી ભાઈને