________________
૩૦૮
વિવિધ રંગભૂમિ ઉપર છુટથી મ્હાલે છે. અનેક ભવમાં તેને લગતાં અનેક સ્વરૂપ ધારણ કરીને આનંદ માને છે.
ગંભીરતા, સ્થિરતા, પરમાત્મ સમર્પણતા વિગેરે તરફ વિજયી દ્ધાની માફક આગળને આગળ વધતે તે આત્મા જેવામાં આવે છે.
અંક ત્રીજો દશ્ય ૧૩ મું
: બસ, હવે તે પરમાત્માને-પરમાત્મ–ભાવને રાજમહેલ નજીક આવી જતા તેને દેખાય છે. તેમ છતાં, હજુ તે તેના બહારના કિલ્લામાં આવે છે. અંદરને કિલ્લો હજુ દૂર છે. બહારના કિલ્લામાં દાખલ થઈને એકલા અટુલે પણ બહાદુર આત્મા સિંહની ગતિ સમાન ગતિથી નિર્ભય પણે શૌર્યભય દિલથી બહારના કિલ્લામાં પ્રવેશ કરે છે. પરમાત્માને રાજમહેલ નજીક જોઈ તેમાં પ્રવેશવા પૂરતે લલચાય છે અને આનંદસાગરમાં ગરકાવ થાય છે. પૂર્ણ ભક્તિભાવથી પરમાત્માના ગુણગાન કરવામાં તલ્લીન થાય છે. આટલે સુધી આવી પહોંચવાની પિતાની બહાદુરીથી અત્યન્ત ખુશ થઈ પિતાને ધન્ય માને છે. પિતે આગળને આગળ ચાલ્યા જાય છે. છતાં અનેક વિદને નડવાની ભીતિ અને શંકા તેને થયા કર્યા છે. તેથી બચાવવા તેમના મહેલ તરફ નજર રાખીને કાલાવાલા કરે છે. સાચી ભક્તિ બતાવે છે. તેને વિનવે છે કે, “હે પરમાત્મા! હું સાચે રૂપિયા છે. બેટા