________________
એકજ રૂપ છે, તે અનુભવ ઉપજાવી શકે” તે જ તીર્થકર પ્રભુની સ્તવના પણ સાર્થક થાય છે.
૩. પ્રાયઃ કરીને છેલ્લી કડીમાં આત્માની વિકાસ ભૂમિકાને અનુરૂપ આત્માના જુદા જુદા ગુરાની પ્રાપ્તિ અને છેવટે આનંદઘન રૂપ મોક્ષની પ્રાપ્તિને લગતી પ્રાર્થના હોય છે. આનંદઘન પતે મોક્ષ: પરમાત્મભાવઃ શિવેશીસ્થર આત્મા વાત્મા તીર્થંકર પરમાત્માઃ નૈગમનયે આનંદઘન મય સર્વ આત્માઓઃ આધ્યાત્મિક વિકાસક ભૂમિકાએક સિંદ્ધાત્માઓઃ વિગેરે આનંદઘન પદથી સૂચિત કરેલાં છે.
૪. વચ્ચેની ગાથાઓમાં આત્માના વિકાસને લગતા જે ગુણની વર્ણન કરવાની હોય છે, તેનું સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
૫. પિતાના બનાવેલા સ્તવને પ્રભુની સ્તવના કરવોમાં ઉપયોગ કરનાર અન્ય સાધક આત્માના હૃદયમાં પણ ભાવના જાગ્રત થાય, ને તેની સાથે સાથે, પ્રત્યેક સ્તવનો માત સમજાવવાના આમવિકાસના દરવાજાઓ-ભૂમિકાએને પણ ભાસ થતે જાય, અને રાગ: શબ્દ રચનાઃ વિગેરે પણ તેમાં પૂરતે સહકાર આપી શકે તેવી ખૂબી રાખવામાં સ્તવનકારે સુંદર કુશળતા બતાવી છે.
૬. સાથે સાથે જ, જૈન દર્શનના શાસ્ત્રોમાં વર્ણવાચેલા આત્મવિકાસના જુદા જુદા દરજજાઓ-ભૂમિકાઓનું ક્રમશઃ સ્વરૂપ સમજાવવાન–અને તે સંક્ષેપમાં છતાં વિશિષ્ટ રૂપમાં સમજાવવાને સ્તવનકારનો ઉદેશ છે. તે પણ બરાકર સિદ્ધ કરવામાં આવેલો છે.