________________
૨૫૦
છે, પરંતુ, એ બધાયને પ્રેરણાનો પ્રવાહ તે ઠેઠ આત્મામાંથી જ મળે છે. માટે વીર્યને મૂળ ઝરે તે આત્મા જ છે.
શારીરિક અલ્પશક્તિવાળા છતાં કેટલાક માણસે મહાન કામો કરી નાંખે છે. ત્યારે કેટલાક શારી િબળના પૂરવઠાવાળા માણસો હતાશ થઈ નાના કામમાં પણ પાછા પડીને હઠી જાય છે. માટે “શરીરની પાછળ પણ કઈ જુદું જ બળ કામ કરે છે.” એમ કબૂલ કર્યા વિના ચાલશે જ નહીં. અને તે આત્મિક બળ છે, આત્મિક વીર્ય છે. લોકો સપ્ત ધાતુગત શુક્ર ધાતુને વીર્ય કહે છે. પરંતુ, તે તે આત્મિક વયનું બાહ્યા વાહન છે. તેથી વાસ્તવિક આત્મિક વીર્યના અર્થમાં વીર્ય શબ્દ પ્રવૃત્ત છે. છતાં બાહ્ય દષ્ટિથી–ઉપચારથી શુક્ર ધાતુ વીર્ય ગણાય છે. લેક પ્રસિદ્ધ વ્યવહારમાં ભૂલથી વીર્ય શરુદનો મુખ્ય અર્થ તે મનાઈ ગયે છે. આત્માનું વીર્ય પ્રગટ થવાનું વ્યવહારુબાહ્ય મુખ્ય કેન્દ્ર શુક્ર ધાતુ છે. એટલે તેમાં ઉપચાર થાય, તે યોગ્ય છે. અને આત્મજ્ઞાન વગરનારજીને બહારથી બળના પ્રતીક તરીકે એજ પદાર્થને ઓળખાવવામાં વધારે ઔચિત્ય છે. કેમકે–આત્મિક વયને બહાર પ્રગટ થવા માટે તેની સાથે મુખ્ય સંબંધ છે. તેથી ઉપચાર સંગત છે. પરંતુ, તે ઉપચાર છે. વાસ્તવિક અર્થ નથી.
તે આત્મિક વીય સમગ્ર વિશ્વને ઉથલાવી નાંખી શકાય તેના કરતાંયે વધારે સામર્થ્યશીલ હોય છે. પરંતુ, તે કર્મોથી ઢંકાયું હોય છે. અને જેટલું અંકાયું નથી હતું, તેટલું મન વચન કાયાઃ મારફત વેર વિખેર રીતે ખાવા પીવા