________________
૨૫૮
જવા આવવા વિગેરે કામોમાં આત્મા વાપરે છે. અને જયારે તે સમગ્ર આત્મનિષ્ટ થઈને-કર્મોના આવરણ રહિત થઈને આત્મામાં સમગ્રપણે છલછલી ઉઠે છે, ત્યારે તે આત્માને તેવી કેઈપણ પ્રવૃત્તિ કરવાનું પ્રજન નથી હતું અને તેને ઉપયોગ કરવા શરીર વિગેરે બાહ્ય સામગ્રીની પણ જરૂર હોતી નથી. જેમ જેમ વીર્યન્તરાદિક કર્મોને ક્ષયપશમ વધે છે, તેમ તેમ પહેલાં તે અનુક્રમે વધતું જાય છે, અને જ્યારે સમગ્ર વીર્યાન્તરાય કર્મોને ક્ષય થાય છે, ત્યારે સાયિક ભાવે અક્ષય વીર્ય પ્રગટે છે. અને આત્મા સ્થિરસ્થિર થતા થતા તદ્દન સ્થિર થઈ જાય છે. શૈલેશ-મેરુપર્વત જે સ્થિર નકકર બની જાય છે.
આવી શૂરવીરતા પરમાત્મા મહાવીરદેવ વિગેરેએ મેળવી હોય છે, તેથી તેઓ મેહઃ મિથ્યાત્વઃ અજ્ઞાન સંસારમાં ભ્રમણ જન્મઃ જરા: મરણઃ રેગઃ શોકઃ વિગેરેને ભગાડે છે. અને આત્માના સંપૂર્ણ વિજય ડંકા વગાડે છે. આવી શૂરવીરતા પત્નત્રયી-શુદ્ધ દર્શનઃ જ્ઞાન: અને ચારિ. ત્રની રસાયણ માત્રા રૂપ ઓષધનું પાન કરીને, કેઈ પણ આત્મા જગાડી શકે છે.
સંસારસ્થ અને વીર્ય બે રીતે પ્રવર્સ છેઃ (૧) એક તે આપણા આત્મપ્રદેશે રાત દિવસ પ્રતિક્ષણે ઉથલપાથલ થયા જ કરતા હોય છે, જેને અંગે શરીરના જ્ઞાનતંતુઓમાં અને તેથીજ લોહીના ફરવામાં કાંઈક સ્કૂલરૂપે જણાય છે, અને છાતીમાં હૃદયમાં, તથા નાડીમાં તેના ધબકારા સારી રીતે જણાય છે. આ રણને લીધે જ બારાકમાંથી