________________
૨૫૬
જાતને વિજ્ય મેળવ્યું નથી, છતાં તેમનું નામ એકલું વીર જ નહીં, પરંતુ મહાવીર શા ઉપરથી પાડવામાં આવ્યું હશે? વળી, કેટલાક માણસેનું નામ તેની ફૈબાએ મહાવીર પાડયું હોય છે, છતાં તેઓમાંના ઘણા નામ સિવાય મહાવીર નથી હોતા. વળી પ્રભુનું નામ તે વર્ધમાન કુમાર છે. પરંતુ ઈન્દ્ર સહિત દેએ વીરતા ગુણની પરીક્ષા કરીને આપેલી મહાવીર એવી તેઓની પદવી છે, પણ નામ નથી. તે આવી પદવી પ્રાપ્ત કરવામાં તેમણે શી મહાવીરતા કરી બતાવી હતી?
તે પ્રશ્નના જવાબરૂપે “વીરતા-મહાવીરતા દુનીયાની વીરતા અને મહાવીરતા કરતાં જુદી જ જાતની છે.” એમ જૈનશાસ્ત્રને આધાર લઈને આ સ્તવનમાં સાબિત કરી આપ્યું છે.
માનવી વિગેરે પ્રાણીઓના શરીરના બળનું મુખ્ય પ્રેરક જો કે સુંદર આરોગ્ય અને શરીરનાં બીજાં સુતો . યથાગ્ય રીતે સપ્ત ધાતુનું પોષણ-વ્યવસ્થા વિગેરે હોય છે. પરંતુ, તેની પાછળ જે અપૂર્વ ઉત્સાહ, માનસિક શૌર્ય વિગેરે જણાય છે, તેમાં શારીરિક બળ પાછળ આત્માનું બળ પણ હોય છે. તે આત્મિક વિય છે. શારીરિક બળના વેગને આધાર તેના ઉપર પણ હોય છે. સમદષ્ટિથી વિચાર કરતાં કોઈ પણ વિચારક કે સંશોધકને આ વાત સાચી લાગ્યા વિના રહેશે નહિં.
આત્માના ઉત્સાહમાં શરીરમાંના જ્ઞાનતંતુઓ, મગજ, મન, હૃદય, રોમાંચ, લેહીની સ્મૃર્તિ વિગેરે જરૂર મદદ કરે