________________
૨૪૦
થાય છે. જિજ્ઞાસુને વિશેષ વિસ્તૃત જવાબ જાણવાની ઈચ્છા રહે છે. તે વિના જિજ્ઞાસુઓને પૂરો સંતોષ થશે નહીં.
સ્વ-અગુરુલઘુ-પર્યાય પ્રમાણે વેતર દ્રવ્યોનાં અગુરુ લધુ પર્યાને કેવળજ્ઞાની પ્રભુ સાધારણ ગુણની સાધ. તાથી જાણે” એમ કહીએ, તે વચ્ચે અનુમાન પ્રમાણ આવી જાય છે. અનુમાન પ્રમાણ તો પરોક્ષ જ્ઞાન છે ત્યારે કેવળ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે એ કેવી રીતે બંધ બેસતું થાય? કેવળ જ્ઞાનની શકિત જ એ એવી છે કે વને અનુમાન વિના જાણે છે. તેમ પરને પણ અનુમાન વિના સાધમ્યતાના સ્વભાવે જાણી શકે છે. એ સમાધાન સંભવે છે..
શ્રી–પારસ-જિન પારસ-રસ–સમે, 'પણ ઈહાં પારસ નહી. સુજ્ઞાની ! પૂરણ–રસીયો હો નિજ-ગણુ-પરસન,
આનંદ–ઘન મુજમાંહી સુઝાની! ૮
[પારસ-રસ–સમે પારસ મણિના રસ-ગુણ જે સિરસ યુક્ત રસિક. નિજ-ગુણ-પરસન્ન-પિતાના ગુણેમાં મન, આત્મ સ્વરૂપમાં સ્થિત સ્વસ્થ. સંભવે છે.]
જેમ પારસમણિના રસને-પારસમણિનો-પર્શ થતાં જ બીજાને પારસમાણ રૂપે કરી નાખે છે. તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પારસમણિના રસ જેવા છે, છતાં તે પારસમણિ નથી. અહીં, તેના પાસ–પર્શરૂપે વિચાર કરવામાં આવ્યું નથી