________________
૨૫
એકાદ બેવાર મનન કર્યું. એકાદ બે વખત તેના ઉપર કાંઇક લખ્યું. પૂજ્ય મુક્તિવિજયજી મહારાજશ્રીને તે વંચાવ્યું. તેઓશ્રીએ કેટલીક સૂચનાઓ કરી. તેના ઉપર ખ્યાલ રાખી, તેમાંથી લેવા જોઈતા સાર લઈ ફરીથી લખ્યું. તેના ઉપર સુધારા વધારા કરી ફરીથી નકલ કરી, તેમાં પણ ફરીથી સુધારા વધારા થયા, અને પ્રેસમાં છાપવા માકલી.
ત્યાર પછી પણ જુદા જુદા ચાર વિદ્વાન મુનિ મહારાજશ્રીને છાપેલા ક્રમા માલીને તેમના અભિપ્રાય મેળવીને, તેમાંથી પશુ જે કાંઈ જાણવા જેવું જણાવ્યું, તે સાર રૂપે પાછળ આપેલ છે. છતાં, કાંઈ ગેર સમજથી ઉલટુ લખાયું હોય, તે અભ્યાસી તે સુધારશે.
આ ચાવીશીમાં આવતા શાસ્રીય પારિભાષિક શબ્દ અને તેના ટુંક ખ્યાલ તથા વિશિષ્ટ શબ્દોના કેષ આપવાની ઇચ્છા છતાં પુસ્તક માટું થઇ જવાના ભયથી તે ઈચ્છાને રાકવી પડી છે. તેજ પ્રકારે ૧૬ મા સ્તવનમાં બતાવેલી સમતારૂપી શાંતિની વ્યાખ્યા વિષે ઇતર દશનાની તુલના તથા તે પાછળની જૈન દ”નની ખુબી વિષે ભાવાર્થના ભાગ લખાણ થવાથી તૈયાર છતાં આપવા બંધ રાખ્યા છે.
પ્રથમ હિંદી ભાષામાં વિવેચન છપાવવાની ધારણા રાખી હતી. પરંતુ ગુજરાતી ભાષામાં રીત સર થયા પછી હીદી કોઇ સારા ભાષાશાસ્ત્રી પાસે કરાવવું, એ વિચારથી પ્રથમ ગુજરાતી ભાષામાં આ રીતે વાચકેાના કરકમળમાં ચાવીશી રજુ થાય છે.
તેની ૧૦૦૦ નકલના કાગળા, છપામણી તથા ખાઈ. ડીગના ખચ શેઠ કેશવજી નેમચંદ્ર માંગરાળવાળા