________________
કલકત્તા તરફથી મળેલ છે, અને ૨૫૦ નકલને એજ રીતે ખર્ચ શા. જીવણલાલ અમજી વઢવાણુવાળાના પુત્ર ભાઈ શ્રી રતિલાલ જીવણ તરફથી થયેલો છે. જેમ બને તેમ વેળાસર છપાવી આપવામાં ભાઈ શ્રી પંડિત મફતલાલ ઝવેરચંદની પૂરતી સહાનુભૂતિ મળી છે
અને એગ્ય દિશા સૂચન જે જે પૂજ્ય મુનિ મહારાજાઓ તરફથી મળેલ છે, તેમની કૃપાની પ્રસાદીથી મિશ્ર ચાવીશીની આવિવેચના છે. આ વિવેચનામાં ઘણા દેષો હેવાને સંભવ છતાં, સુજ્ઞ સજજનેને આનંદ આપશે, તેથી તેનું નામ પ્રમાદા રાખવામાં આવેલું છે અમદા કેટલા પ્રદ આપે છે? તે તે વાચક મહાશયે કહેશે, ત્યારેજ જણાશે.
આનન્દઘનજી મહારાજ જેવા પુરુષના ગહન આશાને પાર પામ મારા જેવા પામરને માટે અશક્ય છે. તેથી તેમાં રહેલી ખામીઓ દરગુજર કરી તે મહાત્માના મહાન આશયને લાભ આત્માથી બંધુઓ ઉઠાવશે, તે મારે પ્રવાસ સફળ માનીશ અને મને ધન્ય માનીશ.
પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી ધુરંધરવિજયજી મહારાજશ્રીની કૃપાથી પ્રાપ્ત થયેલ કેટલાક અર્થાન્તરે તથા કેટલાક ઉપયેગી સૂચન તથા પરમ પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીની કૃપાથી પ્રાપ્ત થયેલ શુદ્ધિપત્રક પાછળ આપવામાં આવેલ છે.
રાજકેટ મહાવદી ૮ ૨૦૦૬
પ્રભુદાસ બહેચરદાસ પારેખ,