________________
છતાં, તેઓ જે ધાર્મિક અનુષ્ઠને કરે છે, તે નકામા જવા જોઈએ, અને તે કરવાથી તેને જે આત્માનંદ વિગેરે મળે છે, તે કયાંકથી એમને એમ આવી પડેલે હવે જોઈએ ? એવા બે મોટા દે લાગે છે. તેથી, તેના મતે પણ આત્માને બંધ અને મોક્ષ ઘટી શકે નહીં.
બૌદ્ધ દર્શનના ક્ષણિકમતથી પણ આત્મામાં બંધ અને મોક્ષ ઘટી શક્તા નથી. કેમકે બાંધનાર આત્મા નષ્ટ પામે, પછી નવા આત્માનો મોક્ષ કોનાથી ? એક આત્માવિના બનેય ઘટી શકશે નહીં. તે પછી ધર્મોપદેશ અને તેના આચારેને પ્રચાર શા માટે ? તથા તે આચરવાથી ફાયદે પણ શો ? બાંધનાર તેજ ક્ષણે નષ્ટ થયેલ છે. અને મોક્ષ પામવાના ક્ષણે વિદ્યમાન આમા કર્મ બાંધતી વખતે વિદ્યમાન ન હતે. માટે બંધ મોક્ષઃ દુઃખ સુખ ઘટી શક્તા નથી.
ચાર ભૂત સિવાય પાંચ આત્મા પદાર્થ જ નથી” એમ નાસ્તિક ચાર્વાક દર્શન માને છે. પણ જે આંધળે ગાડું જ જોઈ શકતું નથી, તેનાથી ગાડાને ઉપયોગ શું થાય? એટલે કે-જે આત્મા માનતું નથી, તેને આનંદ ખાતર ભેગો ભોગવવાના શા માટે હોય છે? કેના આનંદ ખાતર ? આત્મા તે નથી. પછી, ભેગો કોને માટે? છેવટે, મુનિ સુવ્રત સ્વામી કહે છે, કે-વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં આત્માના સ્વરૂપને નિર્દેશ કરવામાં આવેલો છે. તે પ્રમાણેચેતનામય પરિણામિ નિત્ય આત્મામાં જ બધું ઘટી શકે છે. માટે બધી વાપૂજાળ છેડીને રાગદ્વેષ રહિત થવાની પ્રવૃત્તિ