________________
૧૮૯
થઈ શકે છે. એક જ આત્મામાં આ બે ખાખત કેવી રીતે ઘટી શકે ? એ સમજવાને આત્મ દ્રવ્યના સ્વભાવ: તથા ગુજીઃ કેવા છે? તેને વિચાર કરી જોવાથી તેનુ સમાધાન મળી શકે છે.
જ્યારે આત્માના વિચાર કરવા બેસીએ છીએ, ત્યારે જગમાં અનેક વિચારકા આત્માનું જુદું જુદું રવરૂપ કહે છે. પરંતુ એ એકેય ઘટતુ નથી તે સાચું સ્વરૂપ કેવું છે ? તે નક્કી કરી લેવું જોઈએ.
77
કાઈ આત્માને નિલેપ બંધનરહિત માને છે, તા, તેને બંધનથી છોડાવવા કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ-ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. છતાં પેાતાના આત્માના મેક્ષ કરવા માટે પેાતાના ધર્મના અને તેના આચારાના પ્રચાર કરે છે, અને પાતે કરે છે-આચરે પણ છે. એ રીતે તેની વાતમાં પરસ્પર વિષ આવે છે. મધ રહિત આત્માને છેડાવવા ધર્માનુષ્ઠાના કરવાની જરૂર નથી. કેમકે-તે પ્રયત્ન નકામો છે
કેટલાક, જગતમાં સ્થાવર રૂપ--જડ પદાર્થો અને ચેતનાવાળા જીવા રૂપ--જંગમ પદાર્થોને એક સરખા માને છે. તા પછી જડની જેમ ચેતન પદાર્થોનેય સુખ દુઃખ ન થવાં જોઈએ, અથવા જડને પણ સુખ દુઃખ થવાં જોઇએ. આ રીતે સકર દોષ લાગે છે.
કેટલ!ક કહે છે, કે “ પરમ બ્રહ્મરૂપ નિત્યજ આત્મા છે.” તેા, તે નિત્ય પદાર્થોમાં કઈ ફેરફાર થાય જ નહીં.