________________
૧૮૮ [ વાગજી શબ્દ જાળ. ચિત્ત-ચા=ચિત્તમાં ચાહે, -ચિંતવે, મનન કરે. ]
જે કઈ મોક્ષાર્થી જીવ આત્માનું ધ્યાન કરે, તે ફરીથી આ સંસારમાં અથવા પક્ષપાતમાં અથવા વાદીઓના મતરૂપી વિશ્વમના ચક્રમાં પડશે નહીં. બસ. એ સિવાય સઘળુંયે માત્ર શબ્દ જાળ છે. એમ જાણીને એ આત્મ તત્વમાં જ ચિત્તને એકાગ્ર કરવું. આત્મા છે, તેનો વિકાસ થાય છે, અને તેના પ્રયત્નો કરવામાં લાગી જવું, એજ માર્ગ છે. તેમાં બધા સમાધાને આવી જ્ય છે. ૯ જેણે વિવેક ધરી, એ પખ ગ્રહિયે,
તે તત્વ-જ્ઞાની કહિયે !” શ્રી–મુનિ–સુવ્રત ! કૃપા કરે છે,
આનંદ-ઘન-પદ લહિયે. શ્રી મુ. ૧૦ [ ગ્રહિયે લીધે, ગ્રહણ કર્યો. તત્ત્વજ્ઞાનીક્તત્વ જાણનાર. લહિયે મેળવીએ. ]
આ રીતે સત્ય અને અસત્ય સ્વર અને પરાકનો વિવેકવહેંચણ-કરીને જે પુરુષ આ આત્મજ્ઞાનને પક્ષપાતી બનશે, તેને જ તત્ત્વજ્ઞાની-સત્ય તત્વ જાણનાર–કહેવો જોઈએ. તે હે મુનિ સુત્રત પ્રભુ ! જો આપ કૃપા કરો, તો એવો તત્વ જ્ઞાની થઈને હું આનંદઘન-પદ-મોક્ષ-પ્રાપ્ત કરું.
ભાવાર્થ:–આત્મા દોષ વાળો થઈ શકે છે. તેથી કર્મને બંધ તેને થાય છે. અને દોષોથી રહિત–મુક્ત પણ
૧૦