________________
૧૫
[વેદેદય પુરુષ સ્ત્રી અને નપુસંક: એ ત્રણ વેદનોકષાય ચારિત્ર મેહનીય કમને ઉદય, કામાપરિ. ણમા=કામવાસનાનું પરિણામ જગાડનારા. કામ્યકર્મ= કામનાથી કરવાનાં કામે નિકામાર્ગનિષ્કામી, નિરીહ. કરુણરસસાગર=દયા રૂપી રસ–પાણીના સમુદ્ર! અનંત -ચતુષ્ક-પદ-અનંત ચારનું સ્થાન-અનંત જ્ઞાન અનંત દર્શન: અનંત ચારિત્ર: અનંત વીર્ય એ ચારનું સ્થાન સગી ગુણસ્થાનક. પાગી=પગમાં આવીને પડ્યા. (સ પાવર પ્રા. શાળા મુ. પાગી, પગમાં આવીને પડનાર. ]
૧૩. પુરુષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદનો સુંદર ઉદય મન ગમતી સુંદર કામ વાસના સ્વરૂપે પરિણમનાર છે. પણ વાસનાને આધીન થવારૂપ દરેકેદરેક કામ્ય-કામ આપે છોડી દીધું, અને નિષ્કામી બની ગયા. એટલે હે કરુણારસના સાગર ! અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીયે, એ ચાર અનંત ચતુષ્કના ખજાના ઉલટતા આપના પગની પાસે આવીને પડયા.
વિ. ૫૦ નવમે ગુણસ્થાનકે ક્ષપક શ્રેણિમાં ત્રણેય વેદના ઉદય, બંધ અને સત્તાને ક્ષય કર્યો હોય છે. એ રીતે, સર્વકામ્ય કર્મનો ત્યાગ કર્યો, છતએ ત્રણ ગયા એવામાં વગર ઇચ્છાએ અનંત ચતુષ્કની સમૃદ્ધિ આવીને આપના પગમાં પડી. અને પ્રભુ ભાવ કરુણાના સાગર બની ગયા. જેને લીધે તીર્થ પ્રવર્તાવ્યું અને ભવ્ય જીવોને બોધ આપ્યો.