________________
કલિપત પાત્ર ગોઠવી. હાસ્યરસ જમાવે છે. કે મહત્વની સૂચના આપ્યા વિના છોડતા નથી તીર્થંકર પરમાત્મા મંગળમય છે. તે સાતમા સુપાર્શ્વનાથ પ્રભુ સાત મહાભયને ટાળનાશ છે. એમ કહીને તેમની જગત ઉપરની અગમ્ય વ્યાવહારિક સુઅસર કલ્યાણકારિતા પણ સૂચિત કરે છે.
ચરમાવતિ જીવના વિકાસમાંનું નિરૂપણ કરવાને વિષય હાથ ધરવા છતાં ગરમાવર્તમાં આવેલા જીવના આખા સંસારની સ્થિતિનું વર્ણન ન આપે, તે વિષયની અપૂર્ણતા રહેવા પામે. તે દેષ ટાળવા, ૮ માં સ્તવનમાં નિગોદથી માંડીને સર્વ પ્રકારની જીવરાશિનું સૂચન કરીને
આત્મા કયાં જ્યાં ભટક્યો છે?” તેનું-ચરમાવતીપુદ્ગલપરવર્તનગતઃ જીવની અનાદિની ભવ ભ્રમણની સાંકળ પણ રજુ કરી દીધી છે. અર્થાત-અનાદિથી મોક્ષ સુધીની અનંતકાળ સુધીની આત્માની સ્થિતિ સૂચિત કરી દીધી છે. ૨૨ મા સ્તવનના વિરોધાભાસ: ૨૦ મા સતવનમાં આત્મસ્વરૂપવિષેની દર્શનાંતરીય માન્યતાઓનું ખંડન છે, ને તે દર્શનોનું પાછું ૨૧ મા સ્તવનમાં જૈન દર્શનના અંગભૂત ગણાવીને મંડન અને સંગતિનું પ્રતિપાદન છે. શાંતિનાથ પ્રભુના સ્તવનમાં “શાંતિ એટલે શું?” આ પ્રશ્ન જેના મનમાં ઉપજે, તે આત્માને પણ ધન્ય છે. કેમકે-ભવ્ય અને ચરમાવતિ છવ શિવાય આ પ્રશ્ન કેઈને દિલથી ન ઉઠે. માટે તે જીવ ભવ્ય અને અવશ્ય મેક્ષ ગામી છે, માટે તેને ધન્યવાદ ઘટે છે.” આવા સૂક્ષમ ઘણા ઘણા સૂચન રૂપ અનેક ગુણ ગણાવીશીમાં ભરેલા છે. તેનું કેટલુંક વર્ણન કરી શકાય?