________________
શોધખેળ પણ હજુ અમે સ્વતંત્ર રીતે કરી પણ નથી. કદાચ અમે પણ અમારા મંતવ્યમાં ભૂલતા હોઈએ, એમ પણ બને.
હમણાંજ ગાડીમાં મુસાફરી કરતાં, અણુમી સંપ્રદાયના એક સ્વામિજી મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું, કે–“અમારા સંપ્રદાયના સ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવન ચરિત્રમાં લખેલું છે કે:-“પ્રાણલાલજી મહારાજ મેડતા સંવત ૧૭૩૧માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામ ધારી જન મુનિ લાભાનંદજીને તેમને મેળાપ થયે હતે. અને તે જ વર્ષમાં તેમને કાળ ધર્મ થયે હતો.” આ મતલબની વાત કરી લેવાનું ચાય છે.
પૂજ્ય શ્રીઉપાધ્યાયજી મહારાજ શ્રીયશોવિજયજી મહારાજને કાળ ધર્મ–
સંવત્ ૧૭૪૩ લગભગ છે. એટલે આનન્દઘનજી મહારાજ ઉપાધ્યાયજી મહારાજના પૂરગામી સમકાલીન ઠરે છે.
આ વીશીમાં તેમણે જે જે વસ્તુઓને નિર્દેશ કરે છે, તે જોતાં તેમનું જૈન શાસ્ત્રોનું મનન ઘણું જ સૂક્ષમ માલુમ પડે છે.
પૂર્વાચાર્યોના ગહન ગ્રંથને તેમને અભ્યાસ તથા મનન બહુજ ઉંડા જણાઈ આવે છે. અને વસ્તુની રજુઆત કરવાની કળા તે કઈ અજબજ છે.
દેખ રે સખિ દેખણ દે.” જેવી કવિતા ગોઠવીને પ્રભુ દર્શનની તાલાવેલી પ્રકટાવે છે તથા ઘણે સ્થળે પ્રભુ સાથે સંવાદો માં ઉતરે છે.