________________
મળવા દુર્લભ છે. કેમકે-સહેજે એમ જેના તેનાથી સાચા નિશ્ચયવાદી થઈ શકાતું નથી.
આજ તે નિશ્ચયવાદના વિચારે લગભગ ૫૦-૭૫ વર્ષોથી તીર્થ નિરપેક્ષણે કયાંક ક્યાંક પ્રવર્તેલા છે, તેથી તે આખી ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક આદર્શના વ્યાવહારિક પ્રતીકેનો નાશ કરી, વિશ્વની આધ્યાત્મિક દરવણીના મૂળ ઉપર ફટકો મારે છે.
૫૦-૭૫ વર્ષની પહેલાના ભૂતકાળમાં સ્વ અને પર સંપ્રદાયમાં કેટલાક શુષ્ક અધ્યાત્મ વાદીઓ થયા છે, જેના કેટલાક વિચારોનું સુવિહિત પુરુષોએ ખંડન કર્યું છે. છતાં, તેઓ તદ્દન માર્ગવિમુખ નહતા. તેને શાસ્ત્રની સમજ વિષેની કેટલીક ખોટી સમજ તથા મતિભ્રમ થયેલા, તેનું ખંડન કરવામાં આવેલું છે. જ્યારે આજના કેટલાક અધ્યાત્મવાદીઓ તીર્થ નિરપેક્ષ અધ્યાત્મને પ્રચાર કરી, ભૌતિકવાદના પ્રચારના અજાણતાં હથિયાર બની ગયેલા હેવાના દાખલા મળે છે. તીર્થનિરપેક્ષ અને માર્ગોનુસારી ન હોય, તેવા ગમે તેવા આધ્યાત્મિકે પણ ત્યાજય ગણવા જોઈએ.
મિથ્યાત્વિ હોવા છતાં ભૌતિક વાદીની સામે આધ્યાત્મિક વાદી તરીકે ખડા રહેવામાં તીર્થની સેવા છે. પરંતુ પરંપરાએ તીર્થ નિરપેક્ષ હોય, તેવા આધ્યાત્મિક વાદને વેગ આપ,એ ભૌતિકવાદને ઉત્તેજન આપવા બરાબર છે. કેમકેભૌતિકવાદીઓ તીર્થ નિરપેક્ષ આધ્યાત્મિક વાદને પ્રચાર પિતાના હથિયાર તરીકે કરીને તીર્થને ધક્કો લગાડી ભૌતિક