________________
૧૫૦ પર્યા સુધી પણ અભેદ રૂપ ભાસે, ત્યારે સ્વ-સમય. ન ભાસે, ત્યાં સુધી પર–સમય.
शुद्धोपयोग-रूपस्तु निर्विकल्पस्तदेकदृक् । એક દ્રવ્યાર્થિક નયને અનુભવ કર, તે નિર્વિકલ્પ કે સમાધિ કહેવાય છે. તે નિરાલંબન યોગ પણ કહેવાય છે.”
સ્વ સમય અને પર સમયની આટલી સુક્ષ્મ વ્યાખ્યા છે.પ પરમાર્થ –પંથ જે કહે,
તે રંજે એક–તંત. રે વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત. રે
ધ ૬ [પરમા-ડરથ-પંથાશુદ્ધ નિશ્ચય નયને માગ. રંજે આનંદ પામે, ખુશી થાય, સંતુષ્ટ થાય. એકતંત= એક તંત્ર, અભેદતા. વ્યવહારે વ્યવહાર નથી, લખ= લક્ષ્યમાં આવે, તે આત્મા. ]
આ રીતે જેઓ શુદ્ધ નિશ્ચય નયથી પરમાનો માર્ગ કહે છે, તેઓ આત્માના એક તારથી એક-તંત્રથી–અભેદતાથી સંતુષ્ટ રહે છે. અને જેઓ વ્યવહારના લક્ષ્યમાં રહે છે. તેઓ તેના અનંત ભેદ કહે છે.
શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા એક રૂપ છે, ત્યારે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનંત સ્વરૂપે છે, બન્નેય પક્ષના પ્રતિવાદકે જો એકાત પકડીને બેસી જાય, તે કદી પણ આરધના પામી શકે નહીં વાત્મવિકાસ કરી શકે નહીં. ૬