________________
૧૪૬
“સાપ ખાયે ને મુખડું થાશું.”
એહ ઉખાણે ન્યાય. હો! કું૨
[ રજની=રાત્રિ. વાસર=દિવસ. વસતિ=મનુષ્યનાં રહેઠાણવાળાં સ્થળ. ઉજજડવેરાન. નિર્જન પ્રદેશ ગયણ= ગગન, આકાશ. પાયા=પાતાળમાં, અધેલકમાં થોથું= ખાલી, ફીકું ઉખાણે કહેવત, ન્યાય=ઘટના, એગ્ય તોડ.]
તે એટલે મન, ક્યાં કયાં ?કેવી કેવી રીતે? અને ક્યારે ક્યારે નાસે છે ? તે તો જુઓ–અરે ! તે રાત કે દિવસ, વસતિ કે ઉજજડ, ગગન કે પાતાળ એમ બધેય ગમે ત્યાં અને ગમે ત્યારે નકામું ભટક્યા કરે છે. “જેમ સાપ પોતાની ટેવ મુજબ ગમે તે ચીજ ગળી જઈને ખાય છે ખરો, પણ તેના મોઢામાં કેાઈ પણ જાતનો તેને સ્વાદ આવતો નથી. એટલે કે તેનું મોટું તો કાયમી ખાલી બેસ્વાદ-ફી-થો રહે છે.” તેમ એ કહેવત અહીં પણ ઘટે છે. કેમકે–ગમે તેમ ભટકવા છતાં મનને ક્યાંય સતિષ તો થતો જ નથી. * રાત કે દિવસનો વખત જોયા વગર ગમે ત્યારે નાશી જઈને ભટકે છે.
વસતિ કે ઉજ્જડ એવા કઈ પણ સ્થળની યોગ્યતા કે અયોગ્યતા જોયા વિના ગમે ત્યાં જઈને ભટકે છે.
ગગન કે પાતાળમાં પોતાની શક્તિને વિચાર કર્યા વિના ઠેઠ ગગનમાં અને ઠેઠ પાતાળ સુધી ચાલ્યું જાય છે. ૨