________________
૧૪૩ સમભાવ આત્માના જ્ઞાનાદિક પરિવાર અને કર્મના સંગથી ઘેરાઈ વળેલા શારીરાદિ બીજે પર પરિવારઃ એ બને- થના ભેદનું સ્પષ્ટ ભાન રૂપ અનુભવજ્ઞાન-પ્રાતિજ જ્ઞાન, શ્રેણિની પ્રાપ્તિ પરિણામે ક્ષીણ મોહ: સયાગી અને અગી પણું અને પિતાના આત્મામાં પરમ રમણતાઃ એ સાચી શાંતિ છે.
આ સ્તવનમાં પરમ શાંતિના બીજ રૂપ શાંતિનું સ્વરૂપ જાણવાની ઈચ્છા શરૂઆત કરીને સમ્યકત્વની પ્રાપ્તિથી માંડીને સામર્થ્ય યોગની પ્રાપ્તિ સુધી ઉત્તરોત્તર વધતી જતી શાંતિનું સ્વરૂપ ટુંકામાં બતાવ્યું છે. આગમમાં તેને વિસ્તાર ઘણે છે. જિનેશ્વરદેવે એ વિરતાર કહ્યો છે. સર્વ તીર્થકર ભગવંતના આગમમાં અર્થથી પદાર્થ નિરૂપણ એક જાતનું હોય છે. માટે દરેક આગમ-પ્રવાહથી દરેક તીર્થંકર પરમાત્માના કહેવાય છે. - શ્રી શાંતિનાથ પ્રભુના સમકાલીન શાંતિના જિજ્ઞાસુ કેઈ આત્મ વિકાસના ઈચ્છુક આતમ રામ સાધકના અને પરમાત્મા શ્રી શાંતિનાથ પ્રભુના સંવાદને પ્રસંગ આ સ્તવનમાં યોજે છે. “એમ પ્રભુ-સુખથી એમ સાંભળી, કહે આતમ-રામ રે (૧૨)” એ વાકયથી સમજાય છે. ત્યાર પછી ૧૨-૧૩ ગાથામાં આત્મા-SSામ શાંતિનું સ્વરૂપ સાંભળીને-તેમજ મેક્ષ મેળવવાને સુંદર માર્ગ પ્રભુ પાસેથી સાંભળીને પિતાની જાતને ધન્ય માનીને પોતાને જ નમસ્કાર કરે છે. અને પ્રભુ તરફ ઉછળતી ભક્તિથી કૃતજ્ઞતા બતાવે છે. ૧૪ ગાથામાં સંવાદને ઉપ સંહાર છે. ૧૫મી ગાથામાં સ્તવનકાર પ્રભુની સ્તવનને ત્રિકરણ શુદ્ધિથી શાંતિ પ્રાપ્ત કિરવાની ભલામણ રૂપે ઉપસંહાર કરે છે.