________________
૧૪૬
પ્રભુને મેળાપ થ. “જેહને અમીત-ફળ-દાન-દાતારતુજની ભેટ થઈ” અહીં અસાધારણ ભક્તિનો ઉમળકો વ્યક્ત થાય છે.
૧૩. શાંતિ-સ્વ-રૂપ સંક્ષેપથી
કહ્યો નિજ-પર-રૂપ. રે આગમમાં વિસ્તાર ઘણે કહ્યો શાંતિ-જિન-ભૂપ. રે શાંતિ૧૪
[ નિજ-પર-રૂપ-સ્વ અને પર સ્વરૂપે, ]
સંવાદને ઉપસંહાર:–આ પ્રમાણે સ્વ અને પર રૂપે–સ્વ અને પરની ઓળખાણ કરાવીને શાંતિનું સ્વરૂપ ટુંકામાં કહ્યું. પરંતુ શ્રી શાંતિનાથ પ્રભુના આગમમાં તો ઘણે વિસ્તાર શ્રી શાંતિનાથ પ્રભુએ કહ્યું છે.
' આગમ સર્વ તીર્થકર ભગવતેના અર્થથી સમાન જ હોય છે. સમાન જ હોય તેથી એ અપેક્ષાએ સર્વ તીર્થકર ભગવંતોના તીર્થમાંના આગમ સર્વ તીર્થકર ભગવંતનાં કહેવામાં હરકત નથી.
અહીં સાધક આતમરામ અને શાંતિનાથ પ્રભુને શાંતિ વિષેનો સ્તવનકારે યોજેલો સંવાદ પૂરો થાય છે. શાંતિ એટલે શમ-ઉપશમ એટલે કષાયે મેહ વિગેરેનો નાશ કે ઉપશમઃ સમજવાનો છે. તેથી આત્માનો ગુણ સમતા પ્રગટે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના અષ્ટકેમાંનું શમાષ્ટક ૬ઠું આ પ્રસંગે જોવું.