________________
૧૩૯ પ્રભુએ કરેલાં શાંતિના સ્વરૂપને ઉપસંહાર –
મારા પિતાના આત્માનો સ્વભાવ કેવળ એક ચેતનામય જ્ઞાનાદિક ચેતનાના–આધાર રૂપ છે. બાકી બીજા બધા મારી સાથે જોડાયેલા પદાર્થો કર્માદિકના સાગથી આવીને મારી આજુબાજુ વીંટળાઈને મારા પરિવારરૂપે બની ગયા છે. પણ મારો ખરો ઉત્તમ પરિવાર તો એ ચેતના-જ્ઞાનાદિક જ છે, અથવા કેવળ એક ચેતનાના આધારભૂત જે પદાર્થ છે, તે જ મારે આત્મા છે. તે જ હું છું, એ જ મારો ઉત્તમ પરિવાર છે. બાકીના બધાય મારી સાથે જોડાયેલા પદાર્થો કર્માદિકના સગથી મને ઘેરી વળ્યા છે. પરંતુ વાસ્તવિક રીતે તે મારા નથી જ.” - સામર્થ્ય યોગની પ્રાપ્તિ વખતે આત્માને પિતાને પરિ વાર બધે આવીને મળે છે, અને બીજા બધા ત હટવા માંડે છે. અહીં શાંતિનાથ પ્રભુ શાતિનું સ્વરૂપ પૂરું કરે છે. ૧૧ પ્રભુ મુખથી એમ સાંભલી,
કહે આતમ-રામ રે“તાહરે દરિશ નિસ્તર્યો.
મુજ સિધ્ધાં સંવિ-કામ. રે– શાંતિ. ૧૨
[ આતમ રામ=આત્મા રૂપી રામ આત્મામાં રમણ કરનાર સાધક નિસ્તર્યો પાર ઉતર્યો. ]
શાંતિનાથ પ્રભુના મુખથી એ પ્રમાણે શાંતિનું વરૂપ