________________
૧૨૭
ઇચ્છા થઇ શાંતિ-પ્રતિભાસ-શાંતિની ઝાંખી, શાંતિના સ્વરૂપના ખ્યાલ. ]
શાંતિનાથ પ્રભુ કહે છે : હે આતમરામ ! જેને આવે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ છે, એવા તને પણ ધન્યવાદ છે. જે તે જીવને આવા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતીજ નથી. જેના આત્મવિકાસ આગળ વધ્યા હૈાય, તે જ આવે પ્રશ્ન પૂછી શકે છે, તા હવે તમે મનમાં ધીરજ રાખીને હું શાંતિનું સ્વરૂપ કહું છું તે, બરાબર સાંભળેા.
આવી રીતે, ધમ જાણવાની અને આદરવાની ઇચ્છા ચવી, તે પણ એક જાતના આત્મવિકાસ સૂચવનાર યાગ છે. અને તેનું નામ ઈચ્છાયાગ કહેવાય છે, ઈચ્છાયાગ પણ માક્ષનુ અવસ્થ્ય બીજ છે.
૨
ભાવ અ-વિશુદ્ધ સુ-વિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ. ૨
તે તેમ અ-વિતર્ત્ય સહે,
પ્રથમ એ શાંતિ-પદ-સેવ, ૨ શાંતિ॰ ૩
[ અવિશુદ્ધ-વૈભાવિક, આત્માના વિભાવ પરિણામે સુવિશુદ્=સ્વાભાવિક, આત્માના સ્વભાવ પરિણામેા. અ-વિતર્ત્ય માચે સાચાં છે. સહે=સ્વીકારે, સાચાં માની તેની ઉપર શ્રદ્ધા રાખે. શાંતિ પદસેવ-શાંતિના સ્થાનકની સે, શાંતિના સ્થાનકની આરાધના-પ્રાપ્તિ. ]