________________
[ રોગ-મલ્હાર “ચતુર ચેમાસું પડિકમી ” એ દેશી ] શાંતિ જિન! એક મુજ વિનતિ
સુણે ત્રિભુવન–રાય ! રે શાંતિ-સ્વ-રૂપ કેમ જાણીએ?” કહે-“મન કેમ પરખાય? ” રે શાંતિ૧
[ ત્રિભુવન-રાય ત્રણ ભુવનના રાજા, વિશ્વશાંતિના પ્રચારક, દાતા, માલિક, સ્વામી. મન=મનમાં, મનથી. { પરખાય એાળખાય.]
- આતમરામ કહે છે: ત્રણ લોકોના સ્વામિ ! હે શ્રી શાંતિનાથ જિનેશ્વર દેવ ! આપ મારી એકવિજ્ઞપ્તિ સાંભળો (૧)શાંતિનું સ્વરૂપ કેવી રીતે સમજી શકાય ? અને શાંતિનું સ્વરૂપ શું? (૨) અને મનમાં શાંતિ પ્રાપ્ત થઈ છે, તેની પરીક્ષા પોતાના મનથી શી રીતે કરી શકાય? ” એ બે વાત કહો. ૧ - શાંતિનાથ નામમાને શાંતિ શબ્દ અને શાંતિના સ્વરૂપમાને શાંતિ શબ્દ એ બનેયની વેષથી સાર્થકતા સ્પષ્ટ શબ્દોથી જ કરી બતાવી છે. ધન્ય તું આતમ! જેહને,
એહવે પ્રશ્ન અવકાશ, રે ધીરજ મન ધરી સાંભળે.
કહું શાંતિ પ્રતિભાસ. રે શાંતિ. ૨ [ પ્રશ્ન-અવકાશ=પ્રશ્ન પૂછવાને વખત મળે,