________________
૧૨૫
૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન. શ્રેણિ-આરોહણની પૂર્વ તૈયારીઃ પરમ-આત્મ શાંતિ અસંગાનુષ્ઠાનઃ સમતા યોગની પરાકાષ્ઠા
[જેમ ધર્મનાથ પ્રભુના સ્તવનમાં ધર્મનાથ પ્રભુના નામમાં રહેલા ધર્મ શબ્દના વર્ણન પ્રસંગે સર્વ વિરતિ અને અપ્રમત્ત મુનિ મહારાજાઓના ધર્મનું વર્ણન કર્યું છે. તે જ પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુના આ સ્તવન પ્રસંગે આત્મ-શાંતિ નામની પરમ-શાંતિનું વર્ણન કરવામાં આવેલું છે. ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ: એ ઉત્તરોત્તર આત્મ શાંતિના મુખ્ય સ્થાનકે છે. આ સ્તવનમાં સાતમા અપ્રમત્ત ગુણુ સ્થાનક પછી આઠમા અપૂર્વ કરણ ગુણસ્થાનકથી ઉપશમ અને ક્ષેપક એ બેમાંથી કેઈ પણ એક શ્રેણિનું આરોહણ કરવાની ભૂમિકાની શરૂઆત કરાય છે. અને તેની પૂરી સફળતા અનુક્રમે ૧૧ મા અથવા ૧૨: માં ગુણ સ્થાનક સુધીમાં થાય છે. તે વખતના આત્મ ભાવનું શાંતિ વરૂપે વર્ણન કરવામાં આવેલું છે. મેહનીય કમને સર્વથા ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી પરમ સમતા રૂપી શાંતિની પ્રાપ્તિ થાય છે. શાંતરસમાં ઝીલવા ઈચ્છતા ધન્યવાદ પાત્ર અપ્રમત્ત મહામુનિ મહાત્માએ આગળ પરમ સમભાવ રૂપી પરમ શાંતિમાં મગ્ન થવાના હોય છે. તે પરમ આત્મ શાંતિનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવેલું છે. ]