________________
૧૨૪
ફરીથી અહીં ઘનનામી વિશેષણ વાપરવામાં આવ્યું છે. પરંતુ પરિણામી વિશેષણની અહીં ગૌણુતા છે.
કદી ઉત્પન્ન ન થયેલ અને કદી નાશ ન પામતે, એટલે કે અનાદિ અનંત કાળને અત્મા નામને નિત્ય પદાર્થ–ઘન નામી–છે. છતાં પરિણામી છે. એટલે કે આત્મા સ્વસ્વરૂપમાં રહીને જુદા જુદા અનેક રૂપાંતર-પરિણામો પામે છે. માટે પરિણામી છે અનિત્ય પણ છે.
તેથી જૈન દર્શનની માન્યતા પ્રમાણે-ઘન આત્મા નિત્ય અને પરિણામી એટલે અનિત્ય પણ છે.
જે એકાંતથી નિત્યજ માનવામાં આવે, તે નિત્યમાં કશોયે ફેરફાર ન થઈ શકે, માટે તેમાં બંધ અને મોક્ષ રૂપ જુદી જુદી અવસ્થાએ ન ઘટે. અને જે એકાંતથી પરિણામીજ માનવામાં આવે તે બંધ અવસ્થાને અને મોક્ષ અવસથાને આત્મા જુદે જુદે હોવાથી એકમાં એ બને ભાવે ન ઘટી શકે. માટે ઘનનામી અને પરિણામીઃ એમ બનેય રીતે છે.
અહીં અપ્રમત્ત ભાવના મુનિ જીવનમાં ધ્યાનની પ્રબળતા હોવાથી આત્મા સ્થિરધન-બનતે જતે હોવાથી મુખ્ય પણે ઘનનામી વિશેષણ સાર્થક છે.