________________
૧૨૩
રહે તેવી માગણી કરવામાં આવી છે. આ રીતે બાકી રહેલું ધર્મનું સ્વરૂપ પ્રસંગ આવ્યું એટલે સમજાવ્યું છે. અહીં ઉચ્ચ અપ્રમત્ત મુનિધર્મનું સ્વરૂપ મુખ્ય પણે ધર્મ તરીકે સમજાવ્યું.
વિપરીત રીતે–જેઓ ખરા રંગથી પ્રભુનું ગાન કરતા નથી અને મન મંદિરમાં બીજાને સ્થાન આપે છે. સમકિતવંત જીવની કુલવટની રીતે સાચવતા નથી પ્રવચન અંજન સદ્ગુરુ તરફથી મેળવતા નથી. તેથી તેઓ ગુરુ તરફના માર્ગ દર્શન વિના ગમે તેટલી દેડાદોડી કરી મૂકે, ગમે તેટલા મતના ઘોડા દેડાવે, છતાં પ્રભુ સાથે પ્રીતિ એકતા સાધી શકતા નથી. પરમ નિધાન–આત્મ ગુણને ભંડાર–તેના જોવામાં આવતું નથી. એટલું જ નહીં, પરંતુ પિતાની સામેજ ભય હોય છતાં તેને ઓળંગીને ચાલ્યા જાય છે અને મેરુ પર્વત જેવા મહિમાવાળા જગન્નાથને હદયથી નિહાળી શક્તા નથી. ગુરુ ગમ વિના પ્રેમની પ્રતીત કરી શકતા નથી. જીવ રાગ તથા મેહમાં ફસાઈ રહે છે. અને જેમ એક આંધળાની પાછળ બીજો આંધળો જાય, તેમ “ધમ ધમ” કરતા ભટકયા કરે છે. અને ધર્મને મમ-રહસ્ય પામી શકતા નથી. જેથી નવા નવા કર્મ અને પાપ કર્મ પણ બિચારા બાંધ્યા કરે છે. આ મતે ધર્મને અપ્રામ-છ ધન્યવાદને પાત્ર તે નહીં. પરંતુ દયા પાત્ર બને છે. છેવટે, બીજુ તે કાંઈ નહીં, પરંતુ એવા પિતાના મન રૂપી ભમરાને પ્રભુના ચરણરૂપી કમળમાં પૂરી રાખેને, તેયે ઘણું છે. તે પણ તેને આત્મવિકાસ જરૂર આગળ વધેજ.