________________
૧૧૫ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન. પ્રીતિ જોડવાનું અનન્ય સ્થાન શ્રી વીતરાગદેવ : વચનાનુષ્ઠાની--અપ્રમત મુનિના ઉચ્ચ ધર્મનું સ્વરૂપ
[ પ્રભુના પંથઃ તથા દર્શનઃ વિગેરે બીજા તથા ચોથા, વિગેરે જિનેશ્વર પ્રભુએના સ્તવનમાં બતાવ્યા છે. પરંતુ
ધમ એટલે શું ? તેની વ્યાખ્યા કેઈપણ સ્તવનમાં કરી નથી. તેનું કારણ એ છે, કે ધર્મનાથ પ્રભુના સ્તવન પ્રસંગે શબ્દની સમાનતાથી તેને વિચાર કરવાને તેમના સ્તવનમાં મુનિના–ઉચ્ચ ધર્મનું સ્વરૂપ બતાવવા માટે બાકી રાખેલ હતું. તે હવે વર્ણવે છે, અને ક્ષીમહીના નિશ્ચય ધર્મનું વર્ણન ૧૮મા અરનાથ પ્રભુના સ્તવનમાં કરશે.
[રાગ-ગેડીઃ સાગઃ રસિયાની દશી ] ધર્મ જિનેશ્વર ! ગાઉ રંગશું. ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર! બીજે મન મંદિર આણું નહી. એ અમ કુલવટ રીત. જિનેશ્વર! ધર્મ. ૧
[ રંગશુંરસ પૂર્વક પ્રીત પ્રીતિમાં. મન મંદિર= મનરૂપી મંદિરમાં. કુલવટ-રીતકુળની ખાનદાની વાળી મર્યાદા-ટેક–જાળવવાની રીત. }
હે ધર્મનાથ જિનેશ્વર દેવ ! હું આપના ગુણ હવે તો રસપૂર્વક ગાવા તૈયાર થયો છું, અથવા હૈ જિનેશ્વરદેવી