________________
વિરોધ આવે છે, અથવા જુદી જુદી રીતે આમ કેમ સમવે છે?” એમ શંકા ન કરવી.
આ સ્તવનમાં સામાન્ય રીતે આત્મ દ્રવ્યનું પ્રાથમિક દષ્ટિએ સમજી શકાય તેવું સ્વરૂપ બતાવ્યું છે. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના, અને તેને વિકાસ કરવાની ઈચ્છા વિના અધ્યાત્મની શરૂઆત જ થતી નથી.
૧૩ શ્રી–વિમલનાથ-જિન-સ્તવન. તીર્થ કદેવરૂપ-પુષ્ટ આલંબનથી ભકિત-અનુષ્ઠાન
ભકિત-યોગ [ પરમાત્માનું સવરૂપ જાણ્યા પછી, પિતાના આત્માને અધ્યાત્મ માર્ગે દોરવવા ઈચ્છતા આત્મજ્ઞાની શ્રી શ્રમણ મુનિ ભાવ અધ્યાત્મી થતી વખતે પિતાના આત્માનું સ્વરૂપ વિચાર્યા પછી, તેઓને જે આનંદ થાય, અને તેને લીધે, પરમાત્મા વિતરાગદેવનું આલંબન તેમને તે વખતે પણ કેટલું બધું આનંદદાયક થાય છે? તે આ સ્તવનમાં બતાવેલ છે. ] [રાગ-માલહાર “ઇડર અંબા આંબલી, ઈડર દાડિમ દાખ.” એદશી] દુખ-દોહષ્ણુ દૂરે ટળ્યાં રે, સુખ-સંપદ શું ભેટ. ધીંગ–ધણી માથે કિ. રે કુણ ગાજે નર-બેટ? વિમલ-જિન! દીઠાં લેયણ આજ. મારાં સિધ્ધાં વાંછિત-કાજ. વિદી. ૧