SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ وع [ સુખ-સંપદશું સુખ અને સંપ-સંપત્તિ સાથે. ભેટ-મેળાપ થયો. ધીંગ-ધીગો, મોટે. ધણુ=માલિક, માથે માથા ઉપર, માથે વિડિલ તરીકે રાખે. ગંજેeગાંજે, તાબે થાય, નરખેટકપામર માણસને. લોયણુ= ચક્ષુ. વિમળ=૧ નિર્મળ એવા વિમળનાથ જિનેશ્વર દેવ ૨ નિર્મળ. સિધ્યાં સફળ થયાં, વાંછિત મન-ઈચ્છિત.] આજે મેં હવે શ્રી વિમળનાથ જિનેશ્વર પ્રભુને મારી આંતર ચક્ષુથી સાક્ષાત જોયા. અને તેથી હવે હું માનું છું, કે–“મારા બધા મનોરથ સફળ થયા છે, દુઃખ અને દુર્ભાગ્ય દૂરે ટળ્યા છે. સુખ અને સંપત્તિ આવીને ભેટી પડી છે. ખરેખર ! માથે મોટો મહારથી ધણી ધાર્યા પછી, પામર માણસથી કેણ ગજે? તેની દરકાર કોણ કરે ? પરમાત્મા બનવા ઈચ્છતા આત્માથી ભાવ અધ્યાત્મીઃ શ્રમણને આત્માના સ્વરૂપનો ભાસ થયા પછી-પરમાત્માના સ્વરૂપને તેજસ્વી પ્રતિભાસ થયા પછી-જે આનંદ થાય, તે આનંદ આ સ્તવનમાં ભક્તિ અનુષ્ઠાન રૂપે વ્યકત કરવામાં આવે છે. ૧ વિમળ શબ્દના શ્લેષથી આત્માની અને પ્રભુની નિમળતાનું પણ વર્ણન કરી, મળરૂપે-મેલ-રહિત. વિમળ નામની સાર્થકતા જણાવી છે. ચરણ-કમલ કમલા વસે. રે નિર્મલ-સ્થિર-પદ દેખ.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy