________________
બતાવવાની શરૂઆત અહીં કરી છે. આત્મા સાકારઃ નિરકારઃ સચેતનઃ પરિણામી: કર્તા: કમને કર્તા: નિજ આનંદને કર્તા છે. એક રૂપ છે અનેક રૂપ છે. આત્માના પરિણામોજ્ઞાન દર્શન: કર્મ કર્મના ફળઃ વિગેરે આત્માના પરિણામે છે. આ રીતે જેની ઈચ્છા આત્માને કર્મોથી મેલ કરવાની હોય, તેણે પોતાને આમાં કેવું છે? તેના ગુણે કેવા કેવા છે? વિગેરે જાણવું જ જોઈએ
૪. ૧૮ મા શ્રીઅરનાથ પ્રભુના સ્તવનમાં ૧૨મા ગુણસ્થાનકવત ક્ષીણમોહ મહાત્માએ આત્માના સ્વસમયમાં લીન થાય છે. લેશ માત્ર પણ પરને લેશ માત્ર પણ પડછાયે હોય, તેને પર સમય સમજે છે. એમાં શુદ્ધ દ્રવ્યાર્થિકના આધારના શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
૫. ૨૦મા શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તવન માં આત્માને મોક્ષ થાય છે. તે આત્માનું કેવું સ્વરૂપ માનવામાં આવે તે મોક્ષ ઘટી શકે? આ બાબતમાં કેટલાક દર્શન કારે આત્માના સંબંધમાં અપૂર્ણ હકીકત પૂરી પાડતા હોવાથી “જેન દર્શનમાં જે રીતે આત્માનું સ્વરૂપ બતાવેલું છે તે સ્વરૂપના આત્માને જ બંધ: મેષઃ સુખ : દુઃખદ વિગેરે ઘટી શકે છે” એમ મુક્તિની સિદ્ધિ કરવાની દષ્ટિથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
માટે જુદા જુદા સ્તવમાં આત્માનું સ્વરૂપ જુદી જુદી રીતે સમજાવાયેલું હોવાથી પરસ્પર વિસંવાદ કે