________________
૮૭
ક૯પ દશારૂપ પરમબ્રહ્મ-પરમાત્મભાવને-પરમ ભાવ અધ્યાત્મને આદર કરવાનું છે. શાબ્દિક ચુંથણા અને ચર્ચામાં ત્યાં ને ત્યાં કાયમ પડયા રહેવું, તે આધ્યાત્મિકને પાલવે નહીં.
ક્ષપક શ્રેણિમાં જે નિર્વિકલ્પ દશાનો આરંભ થાય છે. તેને સ્વાદ પ્રાપ્ત કરવા જ અધ્યાત્મને આશ્રય લેવાની જરૂર છે. તેનું એ દયેય છે.
અહીં એક ખાસ ભલામણ કર્યા વિના સ્તવનકાર રહી શકતા નથી. “આધ્યાત્મિક વિચારનું વર્ણન કરનારા ઘણાં શાસ્ત્રો અને ગ્રન્થ જગમાંથી તમને મળશે, પરંતુ તે દરેકમાંથી “સાચું અધ્યાત્મ મળે જ.” એમ માની ન લેવું. તેમાં પણ અધ્યાત્મની ભજન જાણવી. એટલે કેકેઈકમાં સાચું અધ્યાત્મ હશે, અને કેઈકમાં નહિ પણ હાય. તમે જેમાં સાચું અધ્યાત્મ ન હોય, તેને છોડવાની, અને સાચું અધ્યાત્મ હોય, તે શાસ્ત્ર લેવાની બુદ્ધિ કેળવજે.
ઉપરના ગુણ સ્થાનકમાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન રૂપક્યિા હોય છે. પ્રથમ પ્રથમની આધ્યાત્મિક અવસ્થા કારણએટલે કે દ્રવ્ય અધ્યાત્મ, અને પછી પછીની આધ્યાત્મિક અવસ્થા તે કાર્ય એટલે ભાવ અધ્યાત્મ. ભાવ અાત્મમાં તથા દ્રવ્ય અમાત્માં પણ અનુક્રમે દ્રવ્યપણું અને ભાવ પણું નની અપેક્ષાએ ઘટે છે.
આખર તે આત્મવસ્તુને સમજનાર અધ્યાત્મી છે. આત્માને ખ્યાલ પણ ન રાખનારા બીજા બધા લેબાસી-વેશધારી-અધ્યાત્મીઓ છે. એ રીતે આત્મ-વસ્તુને ખરેખર પ્રકાશ કરનાર જ મેક્ષમાં વાસ કરી શકે છે, બીજા ત્યાં પહોંચી શકતા નથી.