________________
સુવિધિ જિનેશ્વર પ્રભુને ચરણે નમન કરીને સારા વિધિપૂર્વક પ્રાતઃ દર્શન કરીને નીચે બતાવ્યા પ્રમાણે શુભ કરણી કરવી જોઈએ. સવારમાં ઊઠી અંગમાં અતિ ઘણે ઉમંગભેર ઉમળકે ધારણ કરીને પ્રભુની પ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરવી. ૧
આત્મ સાધનાના એક અંગભૂત પ્રભુની પૂજાને સુવિધિ બતાવીને, શ્લેષથી સુવિધિ નામ સાર્થક કરી બતાવ્યું છે. દ્રવ્ય-ભાવ-શુચિ-ભાવ-ધરીને,
હરખે દેહરે જઈએ રે. દહતિગઃ પણ અહિમમઃ સાચવતાં,
એકમના ધરિ થઈએ રે. સુવિધિ. ૨ [દ્રવ્ય=બહારથી, બહારના પદાર્થરૂપ. ભાવ=અંદરથી ચિત્રપવિત્ર. ભાવ=સંજોગે. પરિસ્થિતિ. ધરીને ઉત્પન્ન કરીને, ધારણ કરીને. દહ=દશ, દહતિગ-દશત્રિક. પણ= પાંચ. અહિગમ અધિગમ. સાચવતાં=સાચવતી વખતે. એકમના=એકાગ મનવાળા. યુરિ=પહેલાં.)
દ્રવ્યથી અને ભાવથી પવિત્ર ભાવ પવિત્ર સંજોગો-સામગ્રી ધારણ કરી, હર્ષ પૂર્વક દહેરાસર જવું. અને દશત્રિક તથા પાંચ અધિગમ સાચવવાં. પરંતુ તે પહેલાં મન તે એકાગ્ર કરી જ દેવું. એટલે કે દ્રવ્યથી અને ભાવથી પવિત્ર થઇ હર્ષપૂર્વક દહેરાશરજી જઈ, પ્રથમ મન વચન કાયાની એકાગ્રતા કરી. દશત્રિક અને પાંચ અધિગમ સાચવવા. ૨