________________
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું વિશાળ ઓરડામાં ગોઠવાઈ ગયા. મિ. ડસ્કીન્સ ચેરમેન તરીકે બિરાજ્યા, અને મિત્ર લફી વાઈસ-ચેરમેન તરીકે.
પહેલાં તો ખાન-પાન ઉપર જ મારે ચાલ્યો. પીવાની બાબતમાં જિંગલ છએક માણસ જેટલી કામગીરી એકલે હાથે – ના, એકલે પેટે - બજાવી રહ્યા હતા.
બધાએ ખવાય તેટલું ખાઈ લીધું અને પીવાય તેટલું પી લીધું, ત્યાર બાદ એક ચીડિયા જેવો “મને-કશું-“ના”-કહેવું-નહિ નહિ તો-ઊલટું જ-બેલીશ” એ પ્રકૃતિનો બટકે માણસ ઊભો થઈ ગંભીર અવાજે બેલ્યો –
મિલફફી, મારે તમને સંબોધી છેડા શબ્દો કહેવા છે, એટલે તમે બધા સદગૃહસ્થને તેમના પ્યાલા ભરી તૈયાર થવા સૂચના આપશો, તો મહેરબાની થશે.”
મિ. જિંગલે તરત “હિયર, હિયર” એવા અનુમોદનાત્મક શબ્દો બોલી નાખ્યા. તરત જ આખી મંડળીએ પણ તેમનું અનુસરણ કર્યું. પછી મિત્ર લલ્ફીએ ડહાપણ અને ગંભીરતાને ભાવે ધારણ કરી પેલાને બેલવા આમંત્રણ આપતાં કહ્યું – “મિક સ્ટેપલ.”
તરત પેલો બટકે માણસ ઊભો થયો અને ભાષણ કરવા લાગે –“સાહેબ, હું જે કંઈ કહેવા માગું છું, તે હું આપણું માનવંત ચેરમેનને સંબોધવાને બદલે તમને સંબોધીને કહેવાનો છું; કારણ કે, મારું વક્તવ્ય કંઈક હિસે – કહોને કે મોટે ભાગે – તેમને વિષે જ છે. હું એક ડિંગ્લી-ડેલર છું (હર્ષોલ્લાર); મહાન મગટન નગરીની એક વિગત હોવાના બહુમાનનો દાવો હું કરી શકતો નથી; અને હું ખુલ્લા દિલથી કબૂલ કરી દઉં છું કે, મને એ બહુમાનને લભ પણ નથી. અને શાથી, તે પણ હું કહી દઉં : મગટન શહેરની અનેક અનોખી વિશિષ્ટતાઓ છે, તે પૂરી તત્પરતાથી સ્વીકારી લેવા છતાં અને તે એટલી બધી જાણીતી છે કે, તે યાદ કરાવવાની કે ગણી બતાવવાની મારે જરૂર ન હોય – તો પણ સાહેબ, મગટને