________________
પિકવિક ક્લબ - મિત્ર વર્ડલે પછી તેનાથી પ્રભાવિત થઈને પૂછયું, “તમે ખૂબ ક્રિકેટ રમ્યા છો, નહીં ?”
હજજારો વખત – વેસ્ટઇડિઝમાં - ખૂબ ગરમી – આગ –”
ખરેખર, એવી ગરમીમાં રમવું એ ભારે કસોટી કહેવાય.” મિ. પિકવિક બેલ્યા.
લાલચોળ ગરમી – મિત્ર કર્નલ – સર મસ બ્લાઝો- એક જ વિકેટની રમત – ટોસ જીત્યો – બેટ લીધું – છ હબસી મજૂરે ફિલ્ડર -બૅટ ચલાવવા માંડ્યું - છયે હબસીઓ બેભાન – ઉપાડી ગયા – બીજા છ પણ બેભાન – બ્લાઝો બબ્બે હબસીઓના ટેકે બેલ નાખે જ જાય – પાંચસો સિત્તેર રન – બ્લાઝો બેભાન – તેની જગાએ કવાંકો – છેવટે આઉટ – નાહ્યો, જમવા ગયો – ”
અને પેલા વાંકાનું શું થયું?”
“પુષ્કળ થાક – મરી ગયો –” આટલું બેલી બિચારા ક્યાંકાના મૃત્યુની કરુણ યાદ ભૂલવા તેમણે બીરને જગ મેએ માંડ્યો અને ક્યાંય સુધી છોડો જ નહિ.
ડી જ વારમાં કિંગ્લી ડેલ ક્લબના કેટલાક સભ્યો મિત્ર પિકવિક વગેરેને મિત્રો સહિત “યૂ લાયન” હોટેલમાં ક્રિકેટરો માટે રાખેલા ભેજન-સમારંભમાં આવવા આગ્રહભર્યું નિમંત્રણ આપવા માટે આવ્યા.
મિ. વેલે કહ્યું, “અમે અમારા મિત્રોમાં મિત્ર – નામ ? -ને પણ ગણીએ છીએ.”
“જિંગલ – આડ જિંગલ, એસ્કવાયર, નો-હલ, નહેર.” પેલા અજાણ્યા-સાથીએ બેધડક કહી દીધું.
બધા હવે બબ્બે ને ત્રણ ત્રણનાં ઝૂમખાંમાં શહેરમાં થઈને લૂ લાયન” હોટેલ તરફ ચાલ્યા. પાએક કલાકમાં તો બધા તેના