________________
પિકવિક ક્લબ ના, ના,” રાશેલ ગણગણું; “એમિલી, સરજનને તરત બેલાવો. ઘાયલ થયા છે? એ મરી ગયા ? હી – હી – હા – હા – હા.” આમ બેલતામાં તેને ફરી વાર હિસ્ટીરિયા ચડી આવ્યો.
વહાલાં બાન, શાંત થાઓ, મને ખાસ કંઈ વાગ્યું નથી, બાનુ, વહાલાં બાનુ!મિ. ટપમન લાગણીથી ભારે બનેલા અવાજે બેલી ઊઠડ્યા.
અહા, મનો જ અવાજ છે ” એટલું બોલી હિસ્ટીરિયાના ત્રીજા હુમલાની તૈયારીઓ રાશેલે આરંભી દીધી.
“અરે વહાલામાં વહાલાં બાનુ, મને બહુ ઓછી ઈજા થઈ છે, તમે જરા પણ ચિંતા કરતાં નહીં,” મિ. ટ૫મને ફરીથી આશ્વાસનભર્યા અવાજે જણાવ્યું.
તો તમે મરી ગયા નથી, ખરું ? તમે તમારે મેએ મને કહી દે કે, તમે મરી ગયા નથી!”
મિ વર્ડલે હવે ધમકાવીને કહ્યું, “રાશેલ શા મૂખડા કરે છે? તે પોતે પોતાને મેએ કહે કે, હું મરી ગયો નથી, એ તે વળી કેવી વાત ?”
નહિ, નહિ, હું નથી....: મારે માત્ર હવે તમારી લાગણીભરી મદદની જ જરૂર છે. મને તમારા હાથને ટેકે લેવા દે એટલે બસ.” મિ. ટપમન મધુર અવાજે બોલ્યા.
રાશેલે પોતાનો હાથ ટેકે દેવા આગળ ધર્યો કે તરત મિ. ટમને તેના કાનમાં ધીમેથી કહી દીધું, “વહાલાં મિસ રાશેલ !”
બીજાં બધાં હવે નાસ્તો કરવા ગયાં. મિ. ટ૫મને જલદી જલદી રાશેલને હાથ ઊંચે કરી પોતાના હોઠે લગાડી દીધો અને સેફા ઉપર પડતું નાખ્યું.
તમે બેભાન તો નથી બની ગયા ?” રાશેલે ચિંતાભર્યા અવાજે પૂછયું.