SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મિ વિંકલની છેલદિલી “ભારે વિચિત્ર ! ચાલો, હું કંઈક એઠી કરીને આવું છું.” મિવિંકલ આવતાં જ પેલા સદ્ગહસ્થ નોકરને બહાર કાઢ્યા અને બારણું કાળજીથી બંધ કરીને પૂછયું, “તમે જ મિત્ર વિકલ હશે, એમ માની લઉં છું.” “મારું નામ વિંકલ જ છે, સાહેબ.” “તો પછી હું, મારા મિત્ર ડોકટર સ્લેમર, ૯૭ની રેજીમેન્ટ, તરફથી આવું છું, એમ હું કહીશ તો તમને નવાઈ નહીં જ થાય; તમે રાહ જ જોતા હશે !” ડોકટર સ્લેમર! ખરે જ, મને એ નામ જરાય પરિચિત હોય એમ લાગતું નથી.” “ “જુઓ સાહેબ, ગઈ રાતની તમારી વર્તણૂક કોઈ પણ સગૃહસ્થ સહન કરી શકે તેવી નહોતી – હું પણ માનું છું કે, કાઈ પણ સદ્દગૃહસ્થ કહેવરાવનાર એવું ન કરે.” પણ મિત્ર વિકલના મોં ઉપરનો આશ્ચર્યને વધતો જતો ભાવ એવો સ્પષ્ટ દેખાઈ આવતો હતો કે, આગંતુકે તરત ઉમેર્યું, “મારા મિત્ર ડોકટર સ્લેમરે વધુમાં તમને એમ જણાવવા મને ભલામણ કરી છે કે, ગઈ રાતે તમે વધારે પડતા પીધેલા હતા, એટલે તમે તેમના કરેલા અપમાનની વાત આજ સવારે તમને યાદ ન પણ હોય. એટલે હું લખાવું તે પ્રમાણેની માફી તમે તમારે હાથે લખી આપવા કબૂલ થાએ, તો એવા માફીપત્રથી સંતોષ માનવા દાક્તર તૈયાર છે.” લેખિત માફી!” “હા હા; નહિ તો પછી તેને વિકલ્પ શું હોય, તે તો તમે સમજી જ શકશે.” પણ આ સંદેશે ખરેખર મને કહેવાનું છે, એની તો ખાતરી કરી લીધી છે ને?” હું પોતે તે ગઈ કાલે રાતે નૃત્યસમારંભમાં હાજર નહોતો; પરંતુ તમે તમારું કાર્ડ ડોકટર સ્લેમરને આપવાની ના પાડી; એટલે તેમણે
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy