SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પિકવિ કલબ આ તરફ આવ્યા હતા, અને “એન્જલમાં રાતવાસા માટે આવ્યા, ત્યાં તેમને ખબર પડી કે, મિ. પિકવિક પણ “એન્જલમાં જ ઊતરેલ છે. ત્યાં પહોંચ્યા પછી મિ. પિકવિકને થોડી પૂછપરછથી જ સમજાઈ ગયું કે, મિ. જિંગલ પિકવિક વગેરેને આવેલા જોઈ તેમના હાથમાંથી છટકવા અને બને તો તેમને કઢંગી સ્થિતિમાં નાખવા પોતાના નોકર મારફત આ કાવતરું યોર્યું હતું ! ૨૦ મિસિસ બાડેલનો દાવો તાડી રાત સુધી ખુલ્લામાં ઊભા રહ્યા હોવાને કારણે મિત્ર પિકવિકને બીજે દિવસે સંધિવાનું સખત દરદ ઊપડયું, અને તે ભલા માણસ પથારીવશ થઈ ગયા. આ તરફ મિસિસ લિયે હંટરને ત્યાંની મિજબાની પછી બાકીના પિકવિયિનો એટન્સવિલ મુકામે જ પોતાના નેતાના કંઈ સમાચારની રાહ જોતા ભી ગયા હતા. મિ. ટપમન અને મિડગ્રાસ “પીકોકમાં જ હતા; અને મિત્ર વિકલ આગ્રહભર્યા નિમંત્રણને કારણે મિ. પટના જ મકાનમાં તેમનાં મહેરદારને સોબત આપી રહ્યા હતા. મિ. પોટ પણ તે બંનેને પોતાની સેબત અવારનવાર આપતા રહેતા; પરંતુ તેમના સમયનો મુખ્ય ભાગ જાહેર હિત માટે “ઈડિપેન્ડન્ટ” પત્રના પોતે નિરધારેલા વિનાશ પાછળ જ રોકાયેલો રહે. એક વખત મિત્ર વિકલ નાસ્તાના કમરામાં એકલા બેઠા હતા, તેવામાં તે કમરાનું બારણું જોરથી ઊઘડયું અને મિત્ર પોટ તેમની તરફ અડગ નિશ્ચયથી ડગ ભરતા ધસી આવ્યા તથા એકદમ તીખા અવાજે મિ. વિકલને સંબોધીને બેલ્યા : “ઝેરી સાપ !”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy