________________
વહાર!
૧૫૩ મિ. પિકવિકે હવે તેના હાથમાં એક ગિની મૂકી દીધી, અને તેને જવા પરવાનગી આપી. પેલો નીચે નમી, સલામ કરી, આંખમાં આંસુ સાથે ચાલતો થયો.
તેની પાછળ પાછળ જ સેમ નીકળ્યો હતો. તેણે તરત તેના ખભે હાથ મૂકીને કહ્યું, “દોસ્ત, તને આંખના પાણીને સોનું બનાવવાની તરકીબ સારી હાથ આવી છે. તું એમ ઝટ ઝટ આંખમાં પાણી શી રીતે લાવી શકે છે, યાર ?”
“એ તે હૃદયની લાગણીની વાત છે; હૃદય ભરાઈ આવે ત્યારે જ એમાંથી આંસુ છલકાય !”
રાત પડી અને દશ વાગ્યા એટલે સેમે આવીને મિ. પિકવિકને કહ્યું કે, મિ. જિંગલ અને જૉબ બહાર ગયા છે, તેમનો સામાન પેક થઈ ગયો છે, અને તેમણે એક ઘોડાગાડી મંગાવી છે.
સાડાદશ વાગે મિ. પિકવિક પણ સેમ સાથે સ્ત્રી-જનની વહાર કરવાના નાજુક પરંતુ હિંમતભર્યા સાહસે નીકળ્યા.
સેમના ખભા ઉપર ઊભા રહી તેણે મારેલા આંચકાથી મિત્ર પિકવિક ભીંત ઉપર ચડી ગયા એટલું જ નહિ, પણ જરા ધારણ ગુમાવતાં અંદર પણ પડયા. ઠીક ઠીક છોલાયા - ટિચાયા, પણ અત્યારે તેને વિચાર કરવાનો હતો નહિ.
જ્યાં સુધી નિયત સમય ન આવે, ત્યાં સુધી બારણું પાસે જવાય તેમ હતું નહિ; એટલે ઝાડી-ઝાંખરાં પાછળ જ પોતાની વિશાળ કાયાને છુપાવીને તે સ્થિર ઊભા રહ્યા. મકાનમાં દીવો બુઝાવા લાગ્યા, અને બારી-બારણાં બંધ થયાં; એટલે તે સમજ્યા કે, બધાં ઊંઘવાની તૈયારીમાં પડ્યાં છે.
સાડા અગિયારનો ટકારો સંભળાતાં જ, મિ. પિકવિક પગને ટેરવે ધીમેથી ચાલતા બારણ આગળ ગયા અને ત્યાં આસ્તેથી ટકોર