________________
૧૫ર
પિકવિક કલબ રસ્તો સૂઝત નથી, સાહેબ.” કહી જોબ ટ્રોટરે આંખમાંથી ધધૂડા કાઢવા માંડ્યા.
અલ્યા તારા માથામાં વૉટર-વકર્સના પાઈપનો “મેઇન’-વાલ્વ છે કે શું ? તારા જેવો મરજીમાં આવે ત્યારે ટબ ભરીને પાણી ઠાલવી શકે તે મેં હજુ સુધી કાઈને જે નથી.” સેમે કહ્યું.
“સેમ, તું તારી જીભ જરા પકડી રાખ, જેઉં,” મિ. પિકવિકે ગુસ્સે થઈને કહ્યું; “વખત કવખત પણ વિચારીશ કે નહિ ?”
“બહુ સારું સાહેબ, એકદમ વખત વિચારવા બેસી જાઉં છું.” સેમે જવાબ આપ્યો.
“તે, ભાઈ દ્વેટર, એ બગીચામાં મારે દાખલ કેવી રીતે થવું?”
ભીંત બહુ ઊંચી નથી, અને આપને નોકર સહેજ ટેકે કરશે, તો તરત આપ ઉપર ચડી શકશે. પછી આપ બગીચામાં સંતાઈ રહે અને સાડા અગિયાર વાગે કે બારણે ટકોરા મારજો, એટલે હું બારણું ઉઘાડી દઈશ. એ લોકો સાડા અગિયારે જ બહાર નીકળશે, એવું નક્કી થયું છે.”
“મને આ યોજના ગમતી નથી; છતાં બીજી કઈ સૂઝતી પણ નથી. પરંતુ એક જુવાન બાઈની આખી જિંદગી આવા બદમાશને હાથે ધૂળધાણી થતી અટકાવવી હોય, તો હું જોખમ ખેડવું પણ પડે.” મિ. પિકવિકે પોતાની ભલમનસાઈથી દેરવાઈને કહ્યું, “પણ એ મકાનનું નામ શું છે ?”
“વેસ્ટગેટ હાઉસ, શહેર બહાર નીકળી થોડા જમણી બાજુ ફંટાશો કે તરત મુખ્ય રસ્તા ઉપર એકલું ઊભેલું એ મકાન આપની નજરે પડશે. દરવાજા ઉપર પિત્તળની ચતી ઉપર નામ પણ કોતરેલું છે.”