SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સિ॰ જિંગલ ઉઘાડા પડે છે ૧૦૧ બુઢ્ઢા વૉર્ડલે બારણું ઉધાડયું અને ત્રણે જણા અંદર દાખલ થયા. મિ॰ જિંગલ હમણાં જ લાયસંસ લઈ પાછા ફર્યાં હતા અને ફઈબાને બતાવતા હતા. ફઈબાએ આ લેાકાને જોઈને તીણી ચીસ પાડી, અને એક ખુરશીમાં બેસી પડીને બંને હાથે પેાતાનું માં દબાવી દીધું. મિ॰ જિંગલે પેલું લાયસંસ ગુપચુપ પેાતાના ખીસામાં સરકાવી દીધું. - te તું માળે! ખરે બદમાશ છે, હરામી !'' મિ॰ વૉર્ડલ ઉશ્કેરાટથી હાંફતા હાંકતા જિંગલ સામું જોઈને ખેલ્યા. “ સાવધાન, સાવધાન, મારા મહેરબાન; બદનક્ષી, ચારિત્ર્ય-ભ્રંશ, મેાટા ગુતે, નુકસાનીને દાવે – વિચારકરા, વિચારકરા, મારા મહેરબાન !” પેલેા વકીલ ખેલી ઊઠયો. ઃઃ મારા ઘરમાંથી મારી બહેનને કાઢી જવાની તારી હિંમત કેમ કરીને ચાલી હરામખેાર ?” વૉર્ડલ તાડૂક્યા. ' “ હા, એ બરાબર છે – એ પૂછી શકા, ” વકીલે જણાવ્યું. <c તું વળી કાણુ ભૂતભાઈ છે ? ’” જિંગલે એવા ભયંકર ઘૂરકાટ સાથે પૂછ્યું કે, વકીલ બાપડે એક-એ ડગલાં પાછે! ડી ગયે.. • “ એ કાણુ છે, એમ ? સાળા ચેાર, એ મારા વકીલ મિ૰ પર છે. હું તાર! ઉપર કરિયાદ માંડીશ, અને તને બરબાદ કરીને જંપીશ. અને તું, રાશેલ, આ ઉમરે તારામાં કંઈક વધુ અક્કલ હેાવી ઘટે; આવા એક રખડેલ ભામટા સાથે ભાગી નીકળવું – અને તારા કુળને અને કુટુંબને કલંક લગાડવું, અને તે પણ આ ભામટા તને રખડતી કરી મૂકે તે માટે ! ચાલ ઊઠ, તારી બૅનેટ માથે મૂકી લે, અને નીકળ અમારી સાથે – અને તું ભાઈ, ( સૅમને સંમેાધીને ) જઈ ને એકદમ ઘેાડાગાડી લઈ આવ અને આ બાઈનું જે કંઈ વીશીનું ખીલ થયું હોય તે લઈ આવ. * ,,
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy